મુંબઇ-
રિશી કપૂરનું નિધન કેન્સર જેવી ગંભીર બીમારીથી થયું હતું. તેમણે બે વરસ સુધી સારવાર કરાવી હતી પરંતુ અંતે તેઓ આ બીમારી સામે જંગ હારી ગયા હતા. નીતુ કપૂરે રિશી કપૂરની બીમારીના છેલ્લા દિવસો યાદ કરીને લખ્યું હતુ કે, ન્યૂયોર્કના તેમની સાથેના દિવસોમાં તેમની પાસેથી મને ઘણું શીખવાની તક મળી હતી. તેમના બ્લડકાઉન્ટ હાઇ રહેતા ત્યારે અમે સેલિબ્રેટ કરતા, રેસ્ટોરન્ટમાં ખાવા જતા, ખરીદીનો પણ આનંદ લેતા હતા. તેમનું સ્વાસ્થ્ય કમજાેર રહેતું ત્યારે અમે ઘરમાં ટેલિવિઝન જાેતા અને ખાવાનું ઓર્ડર કરતા હતા. તેમના આવનારી કીમોથેરપી વધુ સારી રહેશે એવી આશા સાથે અમે દિવસો પસાર કર્યા છે.
સ્વ. રિશી કપૂરના ૬૯મા જન્મદિવસે તેમની પુત્રી રિદ્ધીમા કપૂરે સ્વ. અભિનેતાના પ્રશંસકોને એક ખાસ ભેટ આપી છે. રિદ્ધિમાએ પિતાના નિધનથી અધૂરી છુટેલી ફિલ્મશર્માજી નમકીનનું પ્રથમ લુક બહાર પાડયું છે. રિદ્ધિમાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ફિલ્મ શર્માજી નમકીનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર મુકતાં મને આનંદ અને ગર્વ થાય છે. હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતાઓમાંના એક રિશી કપૂરને લોકો તેમના અભિનયમ માટે હંમેશા યાદ રાખશે.આ તેમની અંતિમ ફિલ્મનું પ્રથમ લુક છે. આ ફિલ્મના અધુરા રહેલા દ્રશ્યોને પરેશ રાવલની મદદથી પુરા કરવામાં આવ્યા છે. રિદ્ધિમાએ પરેશ રાવલનો પણ આભાર માનતા શેર કર્યું છે કે, તેમણે રિશીજીના અધુરા રહેલા દ્રશ્યોને ભજવવા માટે હું તેમનો આભાર માનું છું. તેમણે સંવેદનશીલ બનીને આ ર્નિણય લીધો છે.