ભારતમાં nri દ્વારા રિયલ એસ્ટેટમાં મોટા પાયે રોકાણ


નવીદિલ્હી,તા.૨૫

ભારત દ્ગઇૈંજ માટે રોકાણ કરવાનું શ્રેષ્ઠ સ્થળ છે. વિદેશોમાં ડોલર્સ-પાઉન્ડ્‌સમાં કમાણી કરનારા દ્ગઇૈંજ હાલમાં ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે અને તેમના રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ભારતમાં દ્ગઇૈં હોમ લોનની ડિમાન્ડમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. દ્ગઇૈંજને ભારતમાં હોમ લોન લેવામાં પણ સરળતા રહે છે.

નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ એટલે કે દ્ગઇૈંજ ભારતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરતાં હોય છે. દર વર્ષે તેમના રોકાણનો આંકડો વધતો જાય છે. તાજેતરમાં નોબ્રોકરના એક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન ભારતમાં કુલ રિયલ એસ્ટેટ રોકાણમાં દ્ગઇૈંજનો હિસ્સો ૧૦ ટકા જેટલો થાય છે. ૨૦૨૩માં આ હિસ્સો વધીને ૧૪ ટકા થઈ ગયો હતો અને આ આંકડો આગામી વર્ષોમાં હજી પણ વધશે. રિપોર્ટમાં અદાંજ લગાવવામાં આવ્યો છે કે ૨૦૨૫ સુધીમાં આ આંકડો વધીને ૨૦ ટકા પર પહોંચી જશે. દ્ગઇૈંજ દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટરમાં કરવામાં આવતા રોકાણમાં જે ઉછાળો આવ્યો છે તેના માટે ઘણા પરિબળો કામ કરે છે. સૌથી મોટું તો રિયલ એસ્ટેટ સેક્ટર રોકાણ માટેની એક આકર્ષક તક બની રહી છે.

નિષ્ણાતોના મતે દ્ગઇૈંજ ભારતમાં સ્થાવર મિલકતોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે ભારતીય બેંકિંગ નિયમો તેમના માટે અનુકૂળ છે. તેઓ કેટલાક નિયમો અને શરતોના આધારે અગ્રણી નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી લોન મેળવી શકે છે. સામાન્ય રીતે આવી હોમ લોન જમીન ખરીદવા, મકાન બાંધવા અથવા રિનોવેશન માટે અથવા કોમર્શિયલ પ્રોપર્ટીઝ ખરીદવા જેવી ઘણી બાબતોને આવરી લે છે. તેઓ વિદેશમાંથી રેમિટન્સ દ્વારા ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ્‌સ (ઈસ્ૈંજ) પણ ચૂકવે છે. બાદમાં જ્યારે તેઓ તેમના વતનમાં પાછા ફરવા ઈચ્છે છે, ત્યારે સ્થાવર મિલકતોમાં તેમનું રોકાણ તેમના રિટાયર્મેન્ટ હોમ તરીકે કામ કરે છે. એક ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ કલ્યાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં, દ્ગઇૈંજ માટે હોમ લોન ઉપલબ્ધ છે અને ઇમ્ૈં એ તેના માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવી છે. ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનો વિકાસ દ્ગઇૈંજને રોકાણની ઘણી તકો પૂરી પાડે છે અને ઘણીવાર તેઓ પ્રોપર્ટીની ખરીદી માટે નાણાકીય વિકલ્પો શોધે છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટના વિસ્તરણ અને શહેરોમાં ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને દ્ગઇૈંજ માટે રોકાણની આશાસ્પદ તકો આપતા જાેયું છે. આ ઉપરાંત જાે રૂપિયા સામે ચલણનો ફાયદો હોય, તો તે તેમની ખરીદ શક્તિમાં વધારો કરે છે અને તેને રોકાણનો અનુકૂળ વિકલ્પ બનાવે છે. આની સાથે કોમ્પિટિટિવ ઈન્ટરેસ્ટ રેટ અને પેમેન્ટની સરળતા જેવી શરતો દ્ગઇૈંજ માટે હોમ લોનનો લાભ લેવા યોગ્ય અને આકર્ષક વિકલ્પ બનાવે છે. કોઈપણ ભારતીય રહેવાસીની જેમ દ્ગઇૈંજ પ્રોપર્ટીની વેલ્યુના ૮૦ ટકા સુધીની હોમ લોન મેળવવા માટે પાત્ર છે. મંજૂર કરાયેલી લોન ભારતીય ચલણમાં આપવામાં આવે છે અને બાદમાં તેની ચૂકવણી કરવામાં આવે છે. બેઝિક હોમ લોનના ઝ્રઈર્ં અને કો-ફાઉન્ડર અતુલ મોંગાએ જણાવ્યું હતું કે, જ્યારે દ્ગઇૈં હોમ લોન લે છે, ત્યારે રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર થતી નથી. તેના બદલે લોનની રકમ ડેવલપરના ખાતામાં જમા થાય છે. રીપેમેન્ટ વિવિધ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે જેમ કે ભાડાની આવક, ઈનવર્ડ રેમિટન્સ અથવા નજીકના સંબંધીના એકાઉન્ટમાં નાણાં જમા કરવા. હોમ લોન દ્ગઇૈંજ માટે પોસાય તેવા વ્યાજ દરો સાથે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવાનું સરળ બનાવે છે. આ ઉપરાંત તેઓ વ્યાજની ચૂકવણી હેઠળ ઉપલબ્ધ ટેક્સના લાભો પણ મેળવી શકે છે.

દ્ગઇૈંજ ભારતની લક્ઝરી રિયલ એસ્ટેટમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. તાજેતરના ભૂતકાળમાં દ્ગઇૈં રોકાણમાં આ અચાનક ઉછાળાએ પણ હોમ લોનની માંગને વેગ આપ્યો છે. કોરોના રોગચાળા પછી મોટા ઘરની માંગ વધી હોવાથી ભારતમાં રોકાણ કરવા માંગતા દ્ગઇૈંજ તેનો મહત્તમ લાભ લેવા માટે હોમ લોનનો આશરો લઈ રહ્યા છે. મોંગાએ જણાવ્યું હતું કે, રસપ્રદ વાત એ છે કે માત્ર મેટ્રો શહેરો જ નહીં પરંતુ ભોપાલ, ભુવનેશ્વર, નાગપુર, મૈસુર, ગ્વાલિયર, કટક અને અન્ય ટિયર ૈંૈં અને ટીયર ૈંૈંૈં શહેરોમાં પણ દ્ગઇૈંજ મોટા પાયે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં વ્યાજદરમાં ઘટાડો, અરજીમાં સરળતા અને તેના નિકાલમાં બહુવિધ વિકલ્પો સાથે ઉપલબ્ધતામાં વધારાને કારણે દ્ગઇૈં હોમ લોનની માંગમાં વધારો થયો છે. કેટલાક રાજ્યો દ્વારા ઓફર કરવામાં આવતી સરકારી સબસિડી અને સ્ટેમ્પ ડ્યુટીના દરો પર રાહતો જેવા આપવામાં આવતા લાભના કારણે પણ હોમ લોનની ડિમાન્ડ વધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution