ઓએલએક્સ પર લેપટોપ વેચવા મુકયું અને પછી થયું એવું કે..

સુરત-

સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીના પુત્રએ ઓએલએક્ષ ઉપર લેપટોપ વેચવા મુકવાનું ભારે પડ્યું છે. ભેજાબાજે રૂપિયા ૨૯ હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપીયા ૧૦નો ક્યુઆર કોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલી સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા ૯૬૯૯૯ ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ મનજીત બારોટ શ્રીજી ટેકનોક્રેટ્‌સ નામના ઈલેકટ્રીકલ ઈક્યુમેન્ટ અને સેફ્ટી પ્રોડકટનો વેપાર કરે છે.

ભાવેશભાઈની પત્ની રાજકમલબેન એસબીઆઈની અલથાણ બ્રાન્ચમાં ખાતુ ધરાવે છે અને તેનો મોબાઈલ નંબર પેટીએમ સાથે લીંક છે. ભાવેશભાઈના પુત્ર આરૂષે ગત ૧૦મી ડિસેમ્બરના રોજ તેના મોબાઈલ પરથી ઓએલએક્ષ સાઈટ પર લેપટોપ વેચવાની જાહેરાત મુકી હતી. જે જાહેરાત જાેઈને બે દિવસ પછી એટલે ૧૨મી ડિસેમ્બરના રોજ અજાણ્યાએ ફોન કરી પોતે પલસાણામાં રહેતો હોવાનું કહી લેપટોપ લેવા માટે ઈચ્છા બતાવી હતી અને લેપટોપનો ભાવ ૨૯ હજાર નક્કી કર્યો હતો. અજાણ્યાએ પહેલા ૧૦ રૂપિયાનો ક્યુઆર કોડ વોટ્‌સઅપ પર મોકલી સ્કેન કરવા કહેતા આરુષે તેની માતા રાજકમલબેના મોબાઈલથી કોડ સ્કેન કરતા તેણીના ઓકાઉન્ટમાં ૧૦ રૂપિયા જમા થયા હતા.

આ રીતે અજાણ્યાઓ પહેલા આરૂષને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અજાણ્યાઓ સાંજે લેપટોપ લેવા આવવાનું અને તેનું પેમેન્ટ હાલમાં આપી દેવાનું જણાવી ૨૯ હજાર લખેલ ક્યુઆર કોડ મોબાઈલના વોટ્‌સઅપ ઉપર મોકલ્યો હતો. જે ક્યુઆર કોર્ડ આરૂષે તેની માતા રાજકમલબેનના મોબાઈલ કે જેમા પેટીએમ એક્ટીવ હોય જેમાં સ્કેન કરતા ખાતામાંથી રૂપિયા ૨૯ હજાર કપાઈ ગયા હતા. જાેકે, જેતે સમયે રાજકમલબેનના ખાતામાંથી પૈસા કપાયા હોવાનો કોઈ મેસેજ આવ્યો ન હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution