વડોદરા-
વડોદરામાં દુષ્કર્મ કેસમાં લપંટ શિક્ષક વિનુ કટારીયા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. લપંટ શિક્ષકે વડોદરામાં ધોરણ-૧૨ સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૧૨ સાયન્સમાં ફેલ થયેલી વિદ્યાર્થિનીને પાસ કરાઈ દેવાની અને ડોક્ટર બનાવવાની લાલચ આપી લપંટ શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવી હતી. બે વર્ષ અગાઉ શિક્ષકની પાપલીલાનો પર્દાફાશ થતાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે જે-તે સમયે રાજ્ય સરકાર દ્વારા બાયોલોજીના પુસ્તક માટે વિનુ કટારીયાની મદદ લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ૨ વર્ષ અગાઉ ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીને ડોકટર બનાવી આપીશ તેવા સ્વપ્નો બતાવીને ટયુશનમાં આવતી ધો.૧૨માં નાપાસ થયેલી ૧૬ વર્ષની વિદ્ર્યાથિની સાથે ચાર માસ સુધી દુષ્કર્મ ગુજારતા આવેલાં બાયોલોજીમાં ડોકટરેટ થયેલાં શહેરની એલમ્બીક સ્કુલના હવસખોર શિક્ષક ડો.વિનુ કાતરીયાની માંજલપુર પોલીસે ધરપકડ કરી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં ધકેલાયેલો ટીચર ડો. વિનુ કાતરીયા પુરુષ નપુસંકતા ઉપર ડોકટરેટ થયેલો હાઈલી એજયુકેટેડ છે.
મા- બાપને પોતાની દિકરીની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ટયુશન કલાસ શરુ થવાના એક કલાક પહેલા ટીચર વિનુ કટારીયા વિદ્ર્યાથિનીને કલાસરુમમાં બોલાવી લેતો હતો અને બોર્ડની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીશ અને તને ડોકટર બનાવીશ તેવા સ્વપ્ન બતાવીને પ્રેમ સબંધ બાંધવા માટે પ્રેશર કરતો હતો. પીડિતાએ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે ઘરે ટયુશનનું બહાનું કઢાવીને અમદાવાદ અને પાદરાની હોટલમાં લઈ જઈને વિનુ સરે મારી સાથે ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતુ.