કેન્ચો શચા : ઇથોપિયામાં ભારે વરસાદને કારણે ભારે તબાહી જાેવા મળી છે. અહીંના દૂરના વિસ્તારમાં વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી ઓછામાં ઓછા ૧૪૬ લોકોના મોત થયા છે. એક સ્થાનિક અધિકારીએ આ અંગે માહિતી આપી છે.
સ્થાનિક પ્રશાસક દગ્માવી આયલે જણાવ્યું હતું કે દક્ષિણ ઇથોપિયાના કેન્ચો શચા ગોજદી જિલ્લામાં કાદવ ધસી પડતાં મૃત્યુ પામેલાઓમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સોમવારની સવારે થયેલા ભૂસ્ખલનમાં મોટાભાગના લોકો દટાયા હતા કારણ કે એક દિવસ અગાઉ અન્ય ભૂસ્ખલન પછી બચાવ કાર્યકરો પીડિતોની શોધ કરી રહ્યા હતા. આયલે જણાવ્યું હતું કે કાટમાળમાંથી પાંચ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “ઘણા એવા બાળકો છે કે જેમણે પોતાના માતા, પિતા, ભાઈ અને બહેન સહિત સમગ્ર પરિવારને ગુમાવ્યો છે અને તેઓ મૃતદેહોને વળગી રહ્યા છે કારણ કે બચાવ કામગીરી ચાલુ રહેવાથી મૃત્યુની સંખ્યા વધવાની આશંકા છે.” ઈથોપિયામાં જુલાઈમાં શરૂ થતી વરસાદની મોસમ દરમિયાન ભૂસ્ખલન સામાન્ય છે. આ વરસાદી મોસમ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલુ રહેવાની શક્યતા છે.. આયલે જણાવ્યું હતું કે કાટમાળમાંથી પાંચ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “ઘણા એવા બાળકો છે કે જેમણે પોતાના માતા, પિતા, ભાઈ અને બહેન સહિત સમગ્ર પરિવારને ગુમાવ્યો છે