નવી દિલ્હી
દેશના ચર્ચિત મામલાઓમાંથી એક ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલ લાલૂ યાદવને રાહત મળી છે. રાંચી હાઈકોર્ટે શરતો સાથે રાજદ સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રીને જામી આપી છે. આ મામલો 9 એપ્રિલના રોજ પણ સુનાવણી માટે પેંડિગ હતી, પણ સીબીઆઈએ જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. તેઓ હવે જેલમાંથી બહાર નીકળી જશે. હાલ રાજદ સુપ્રીમો દિલ્હીના એમ્સમાં સારવાર લઈ રહ્યા છે.
લાલૂની જામીન અરજી પર નિર્ણય સંભળાવતા રાંચી હાઈકોર્ટે આદેશ આપ્યો કે જામીન માટે લાલૂને તેમને એક લાખ રૂપિયાના બોન્ડ ભરવા પડશે અને રૂ. 10 લાખનો દંડ ભરવો પડશે. જામીન બોન્ડ ભર્યા પછી તેઓ 1-2 દિવસમાં જેલમાંથી બહાર આવી શકશે.