લક્ષ્મીજીને કેવી રીતે પ્રસન્ન કરવા ? દરેક વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે, પરંતુ વિદ્વાનોના મતે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. લક્ષ્મીજી પોતાનો આશીર્વાદ એવી વ્યક્તિને જ આપે છે જેમા આ બધા ગુણ જોવા મળે છે.
પરિશ્રમ : ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યુ
છે કે જે વ્યક્તિ સખત મહેનત કરે છે તે એકને એક દિવસ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી જ લે છે. પરિશ્રમથી વ્યક્તિએ ગભરાવવુ ન જોઈએ. . વિદ્વાનોના મતે પરિશ્રમથી પ્રાપ્ત સફળતા વ્યક્તિને સાચી ખુશી આપે છે. લક્ષ્મીજી પણ આવા લોકો પર કૃપા રહે છે.
અનુશાસન : વિદ્વાનોનો મત છે કે જો જીવનમાં અનુશાસન નથી તો કોઈપણ કાર્ય શક્ય નથી.
અનુશાસન વિના ધ્યેય પ્રાપ્ત કરવું અશક્ય છે. અનુશાસન કોઈપણ કાર્ય સારી રીતે અને સમયસર પૂર્ણ કરવા માટે પ્રેરિત કરે છે.
પરોપકાર: વિદ્વાનોનું માનવું છે કે વ્યક્તિએ પરોપકારના કાર્યો કરતા રહેવુ જોઈએ. પરોપકારના કાર્યો કરવાથી વ્યક્તિ સકારાત્મક ઉર્જા અનુભવે છે. . કોઈ પણ કાર્ય કરવા માટે સકારાત્મક ઉર્જાનું વિશેષ મહત્વ છે.
ક્રોધ: ચાણક્ય મુજબ જે વ્યક્તિ ક્રોધ કરે છે તેમનાથી લક્ષ્મીજી દૂર થઈ જાય છે. લક્ષ્મીજીને ક્રોધ અને અહંકારને પસંદ નથી કરતી. વ્યક્તિએ આનાથી દૂર રહેવુ જોઈએ.
લોભ: વિદ્વાનોનુ માનીએ તો લોભ દરેક પ્રકારના અવગુણોમાં વૃદ્ધિ કરે છે. લોભ કરનારા વ્યક્તિનો સાથ લક્ષ્મીજી ખૂબ જ ઝડપથી છોડી દે છે. ક્યારેક ક્યારેક લોભને કારણે પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.