લાઇકા સ્પેસમાં પહોંચી જ નહોતી ! રશિયાએ જુઠ્ઠાણું ચલાવ્યું!

લેખકઃ દીપક આશર | 

ત્રણ વર્ષની કુદ્રવ્યકા સાથે કોઈ સમસ્યા ન હતી. તેનું વજન માત્ર પાંચ કિલો હતું અને તે કદમાં ખૂબ નાનું હતું. તે સફેદ અને ભૂરા રંગનું હતું અને આ શ્વાને ટેસ્ટમાં પણ બધા આયામો પાસ કર્યા હતા. સોવિયેતના મિશન સાથે જાેડાયેલા અધિકારીઓએ તેને પ્રેસ સામે પણ રજૂ કર્યું હતું.

અલબત્ત, પ્રેસની સામે તેણીએ ભસવાનું શરૂ કર્યું, ત્યારે પ્રેસે તેને બીજું નામ આપતાં લાઈકા તરીકે ઓળખાવા લાગ્યું હતું! રશિયન ભાષામાં આ શબ્દનો અર્થ છે - ભસવું. પછી લાઈકાની ચર્ચા માત્ર સોવિયેત રશિયામાં જ નહીં, અમેરિકામાં પણ શરુ થઈ હતી. અમેરિકન પ્રેસે તેને નામ આપ્યું - માટનિક. આ નામનો અપભ્રંશ સ્પુટનિક થાય છે.

આ મિશનની દેખરેખ રાખનાર વૈજ્ઞાનિક ડૉ. વ્લાદિમીર યાઝદોવસ્કીએ સોવિયેત સ્પેસ મિશન પર લખેલા પુસ્તકમાં લાઈકાનો ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે લોન્ચિંગના એક દિવસ પહેલા તે લાઈકાને તેના ઘરે લઈ ગયા હતા, જેથી તે છેલ્લા થોડા કલાકો આરામથી જીવી શકે. અલબત્ત, ડૉ. વ્લાદિમીરને શ્વાન પર કરુણા આવી હતી. કારણ કે - લાઇકા માટે પૃથ્વી પર તેની છેલ્લી કેટલીક કલાકો હતી, કારણ કે સ્પુટનિક ૨ પાસે તેને પાછું લાવવાની ટેક્નોલોજી નહોતી! પરત ફરતી મુસાફરીમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ઉપગ્રહ નાશ પામવાનો હતો.

આ કેસમાં જે ટવીસ્ટ હતો એ હવે તમને જણાવવા જઈ રહ્યો છું! વૈજ્ઞાનિકો જાણતા હતા કે તે થોડા દિવસોમાં અવકાશમાં મૃત્યુ પામશે. તેથી તેના આહારમાં ધીમું ઝેર ઉમેરવામાં આવ્યું હતું, જેથી તે કોઈ પણ પ્રકારની પીડા વિના શાંતિથી મૃત્યુ પામે! મૃત્યુ પહેલા તેના શરીરના ડેટા એકત્ર કરવાના હતા. એટલા માટે ઓપરેશન દ્વારા તેમના શરીરમાં હૃદયના ધબકારા, બીપી અને શ્વાસ માપતા સેન્સર લગાવવામાં આવ્યા હતા. આ પછી સ્પુટનિક લોન્ચ માટે તૈયાર હતું.

તારીખ ૩ નવેમ્બર, ૧૯૫૭. લાઇકાના શરીર પર આયોડિનનું સોલ્યુશન લગાવવામાં આવ્યું હતું. ટેક્નિશિયને લાઇકાને રોકેટમાં તેનાં માટે બનાવેલી ચેમ્બરમાં બેસાડ્યું હતું. સાંજે ૭.૨૨ વાગ્યે રોકેટે ઉડાન ભરી હતી. થોડીવારમાં લાઇકા અવકાશમાં પ્રવેશ્યું હતું અને સમગ્ર સોવિયત સંઘ માટે હીરો બની ગયું હતું. જાેકે, સોવિયેત રશિયાની બહારના ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

બ્રિટનમાં લોકોએ એક કલાક સુધી મૌન પાળ્યું હતું. દરેકને ખબર હતી કે હવે તે ક્યારેય પાછી નહીં આવે. સોવિયેત વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તેમને આગામી ૧૦ દિવસ માટે લાઇકાના શરીરમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મળ્યો હતો. તે પછી તે સ્લો પોઇઝનથી મૃત્યુ પામી હતી.

સ્પુટનિક-૨ પૃથ્વીની આસપાસ ૧૬૨ દિવસ સુધી ફર્યું હતું અને ૧૯૬૮માં તે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું હતું. તારીખ હતી - ૧૪ એપ્રિલ. આ દરમિયાન, ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમીએ સ્પુટનિકનો સંપૂર્ણ નાશ કર્યો હતો અને તેના માત્ર થોડા ટુકડા જમીન પર પડ્યા હતા. સ્પુટનિક પછીના વર્ષોમાં કેટલાક વધુ અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યા હતા. લાઇકાને કારણે જ તેને સ્પેસમાં મોકલ્યા પછી ચોથા વર્ષે જ ૧૯૬૧માં રશિયા પ્રથમ માનવયુક્ત અવકાશ મિશનમાં સફળ થઈ શક્યું હતું. સમગ્ર સોવિયેત રશિયામાં લાઇકાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. તેના નામની સિગારેટની બ્રાન્ડ બજારમાં ઉતારવામાં આવી હતી. અને લાઈકા ફર્સ્ટ ડોગ ઈન સ્પેસના નામથી હંમેશ માટે પ્રખ્યાત થઈ ગઈ હતી. સોવિયેત અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના બલિદાનએ અવકાશ તકનીકની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

પરંતુ ન તો આ બલિદાન લાઈકા દ્વારા પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કરવામાં આવ્યું હતું અને ન તો આ મહત્વપૂર્ણ યોગદાન સંપૂર્ણપણે યોગ્ય હતું. આ મિશનની સંપૂર્ણ વાસ્તવિકતા ૧૯૯૧ પછી બહાર આવી હતી, જ્યારે સોવિયત સંઘના વિઘટન પછી ગુપ્તચર દસ્તાવેજાેની તપાસ કરવામાં આવી હતી!

એવી સ્ફોટક માહિતી બહાર આવી હતી કે - સોવિયત વૈજ્ઞાનિકો ૧૦ દિવસ સુધી લાઈકાના શરીરમાંથી મળેલા ડેટાને જાહેર કરતા રહ્યા હતા, પરંતુ આ ડેટા નકલી હતો. વાસ્તવમાં ટેકઓફ દરમિયાન તકનીકી ખામીઓને કારણે, લાઇકાના ચેમ્બરનું તાપમાન ઘણું વધી ગયું હતું. સેન્સર પાસેથી મળેલી માહિતી અનુસાર, તેના હૃદયના ધબકારા વધીને ૨૪૦ પ્રતિ મિનિટ થઈ ગયા હતા. જે સામાન્ય કરતા બમણાં હતા! ૪ કલાકની અંદર ડેટા આવવાનો બંધ થઈ ગયો હતો ! જેનો અર્થ માત્ર એક જ હતો. લાઇકા મરી ગઈ હતી! મિશનની દેખરેખ રાખતા વૈજ્ઞાનિકોમાંના એક ઓલેગ ગાઝેન્કોએ એવું કહ્યું હતું - હું લાઇકાના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. હકીકતમાં અમને તે મિશનમાંથી તેના મૃત્યુને યોગ્ય ઠેરવવા માટે કોઈ ચોક્કસ ડેટા પણ મળ્યો નથી. અવકાશ સ્પર્ધાની કિંમત ચૂકવનાર લાઇકા છેલ્લું પ્રાણી નહોતું. એ પછીના વર્ષોમાં ઘણા ચિમ્પાન્ઝી, કૂતરા, સસલા વગેરેને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. ૧૯૭૦માં ચીને તેના સ્પેસ મિશનમાં ડુક્કરનો ઉપયોગ કર્યો હતો.

૨૧મી સદીમાં સ્પેસ એક્સ જેવી કંપનીઓ સ્પેસ પ્રોગ્રામ માટે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. અને જ્યાં સુધી ભારતનો સંબંધ છે, વર્ષ ૨૦૦૭થી ઈસરોએ ગગનયાન મિશન શરૂ કર્યું છે. જેનો પ્રથમ તબક્કો ૨૦૨૩માં પૂરો થઈ ગયો છે. ભારતને તેમાં સફળતા પણ મળી છે. હવે ભારતનું મિશન સમાનવ અવકાશયાનને મોકલવાનું. જાેકે, ભારતે એટલો લાંબો અવકાશી કૂદકો માર્યો છે, પણ ક્યારેય, કોઈ અવકાશી પરીક્ષણ માટે કોઈ પ્રાણીનો ઉપયોગ કર્યો નથી અને કરશે પણ નહીં. સેલ્યૂટ ટુ ઇન્ડિયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution