દેવીઓ ઔર સજ્જનો! આ તારીખથી શરૂ થશે કોન બનેગા કરોડપતિ 13નું રજીસ્ટ્રેશન

મુંબઈ-

ટીવી ચેનલો પર એકવાર ફરી રામાયણ જેવા ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઇ છે. તો આ દરમિયાન દેશમાં કરોડો લોકોના મનપસંદ કાર્યક્રમ કોન બનેગા કરોડપતિ ના રજીસ્ટ્રેશન તારીખની જાહેરાત થઈ ગઈ છે. મુશ્કેલ સમયમાં ફિલ્મ, ફેવરેટ સીરિયલ્સ અને ઓટીટી સિરીઝે પણ લોકોના મુશ્કેલ સમયને થોડો હળવો બનાવ્યો છે. તેવામાં સોની ટીવીના બમ્પર ટીઆરપી શો કેબીસીની ૨૦૨૧ એડિશનનો પ્રોમો લોન્ચ થયો છે. 

આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન તે કહી રહ્યાં છે કે ક્યારેય વિચાર્યુ છે કે તમારા અને તમારા સપના વચ્ચે અંતર કેટલુ છે? માત્ર ત્રણ અક્ષરોનું. પ્રયાસ. તો તમારૂ સપનું સાકાર કરવા માટે ઉઠાવો ફોન અને થઈ જાવ તૈયાર કારણ કે ૧૦ મેથી શરૂ થઈ રહ્યું છે કેબીજી રજીસ્ટ્રેશન. હોટ સીટ અને બું રાહ જોઈ રહ્યો છું તમારી. તો તમે પણ તૈયાર થઈ જાવ. સોની ચેનલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી કેબીસીની ૧૩મી સીઝનની જાણકારી આપી છે. જો તમે કેબીસીમાં ભાગ લેવા ઈચ્છો છો તો રજીસ્ટ્રેશનની જાહેરાત થઈ ગઈ છે. શોને એકવાર ફરી અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. કેબીસીની આ સીઝનમાં ભાગ લેવા માટે દર વખતની જેમ તમારે પોતાના ફોન પર કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. આ સવાલ રજીસ્ટ્રેશન દરમિયાન પૂછવામાં આવશે. સાચો જવાબ આવનારને શોના પ્રોડક્શન હાઉસની ટીમ કોન્ટેક્ટ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution