વહીવટનો અભાવ અને ભૂલો પણ થઈઃઅસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર મળવું જાેઈએઃ રાહુલ ગાંધી

લખનૌ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ નાસભાગમાં જીવ ગુમાવનારા પીડિતોના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. રાહુલ ગાંધી દિલ્હીથી રોડ માર્ગે વહેલી સવારે અલીગઢના પીલખાના પહોંચ્યા હતા. અહીં તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા હતા. આ પછી, તે હાથરસના નવીપુર ખુર્દ, વિભવ નગર સ્થિત ગ્રીન પાર્ક પહોંચ્યા હતાં અને આશા દેવી, મુન્ની દેવી અને ઓમવતીના પરિવારોને મળ્યા હતાં

દુર્ઘટનાના શોકગ્રસ્ત પરિવારોને મળ્યા બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ એક દુઃખદ અકસ્માત છે. અનેક પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. વહીવટનો અભાવ છે અને ભૂલો પણ થઈ છે. અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર મળવું જાેઈએ. હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ઉદારતાથી વળતર આપવા વિનંતી કરું છું. જલદી વળતર મળવું જાેઈએ, મેં પરિવારના સભ્યો સાથે વાત કરી છે.

શુક્રવારે સવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અલીગઢના અકરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પીલખાના ગામ પહોંચ્યા અને મૃતક મંજુના પરિવારજનો, તેના છ વર્ષના પુત્ર પંકજ અને હાથરસ સત્સંગની શાંતિ દેવી અને પ્રેમવતીના અન્ય પરિવારજનોને સાંત્વના આપી. અકસ્માત આ ઘટનાને દુઃખદ ગણાવતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારને ઘટનાની જાણ કરવાની સાથે સાથે મૃતક મંજુની સાસુને ખાતરી આપી કે તેઓ તેમના સ્તરેથી દરેક શક્ય મદદ કરશે અને કહ્યું કે હવે તેઓ એક તબક્કે છે. જ્યાં પીડિત પરિવારોની લડાઈ લડવાની સાથે તેમની સરકાર તમામ શક્ય મદદ કરશે.દરમિયાન હાથરસ નાસભાગ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં આયોજક સમિતિ સાથે સંકળાયેલા છ સેવાદારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના મુખ્ય આયોજક-મુખ્ય સેવકની ધરપકડ કરવા માટે ૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઉપેન્દ્ર, મંજુ યાદવ, મુકેશ કુમારનો સમાવેશ થાય છે. ઘટના અંગે અલીગઢના આઈજી શલભ માથુરે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે ઝોન સ્તરે તમામ જિલ્લાઓમાં એસઓજીની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ સ્થળ પરથી મળેલા પુરાવાઓને તપાસનો ભાગ બનાવવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution