અભિનેતા વિકાસ સેઠીનું શનિવારે રાત્રે નાસિકમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે ઊંઘમાં મૃત્યુ થયું હતું, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું હતું. તેઓ ૪૮ વર્ષના હતા. તેમની પત્ની જ્હાન્વી સેઠીના જણાવ્યા અનુસાર, તેઓ એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે નાસિકમાં હતા.”અમે નાસિકમાં મારી માતાના ઘરે પહોંચ્યા પછી, તેને ઉલ્ટી થઇ હતી. તે હોસ્પિટલમાં જવા માંગતો ન હતો તેથી અમે ડૉક્ટરને ઘરે આવવા કહ્યું...” પીટીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. “જ્યારે હું સવારે લગભગ ૬ વાગ્યે (રવિવારે) તેમને જગાડવા ગઇ, ત્યારે તે હવે ન હતો. ત્યાંના ડૉક્ટરે અમને જણાવ્યું કે કાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું.” જ્હાન્વીએ જણાવ્યું હતું કે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સોમવારે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.ઈન્સ્ટાગ્રામ પર વિકાસની છેલ્લી પોસ્ટ મધર્સ ડે પર હતી. ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરતા વિકાસે લખ્યું, “હેપ્પી મધર્સ ડે.. મમ્મી તમને પ્રેમ કરે છે.