ભુજ-
કચ્છમાં અબડાસા પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે વનવિભાગે અબડાસા તાલુકાના જશાપરના જંગલમાંથી 21 મૃત સાંઢા સાથે એક મહિલા અને બે પુરુષ શિકારીનેઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે માણસ પૈસા કમાવા માટે વિકૃતીની તમામ હદો પાર કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છમાંથી બહાર આવી રહ્યું છે. પૈસા રળવા માટે કચ્છમાં કેટલાકા માફિયાઓ પ્રાણીઓનો શિકાર કરી રહ્યા છે. અલગ અલગ માન્યતાઓ હેઠળ સાંઢાના તેલની ખૂબ ડિમાન્ડ હોવાથી તેમનો શિકાર થઈ રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે નલિયા ઉત્તર રેન્જ દ્વારા ગૃપ પેટ્રોલિંગ દરમિયાન જંગલ વિસ્તારમાં થેલા સાથે ફરી રહેલી શિકારી ત્રિપુટી ઝડપાઈ હતી. વનતંત્રની ટીમે થેલો તપાસતાં તેમાંથી 21 સાંઢા મળી આવ્યાં છે. મોટાભાગના સાંઢાની કમર તોડી નાખી હોઈ તે મૃતપ્રાયઃ થઈ ગયેલાં છે. મહિલા સહિત 3 શિકારીઓ ઝડપાયા
સાંઢાનો શિકાર કરતા ઝડપાયેલાં આરોપીઓમાં રમેશી મીઠુ કોલી, રવજી મામદ કોલી અને લક્ષ્મીબેન કરસન કોલીનો સમાવેશ થાય છે. ત્રણેય નલિયાના મફતનગરના રહીશ છે.સાંઢાનું તેલ વા અને વાજીકરણમાં વપરાય છે. આ કેસમાં આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી છે. તેમને રીમાન્ડ પર લઈ સઘન પૂછતાછ કરાશે.