ભુજ-
સમગ્ર પૂર્વ કચ્છમાં ઉંચી તિવ્રતાના કંપનો રહ્યા છે. ત્યારે દૂધઈ નજીક આજે સવારે ૩.૩ની તિવ્રતાનું કંપન અનુભવાયું હતું. સીસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ દુધઈથી ૧૩ કિ.મી. દૂર ભૂર્ગભમાં ૧૧.૮ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રીક્ટર સ્કેલ પર ૩.૩ની તિવ્રતાનો આંચકો આજે સવારે ૯ઃ૦પ કલાકે અનુભવાયો હતો. કંપનનું કેન્દ્રબિંદુ ગામથી નજીક હોઈ અનેક લોકોને ધ્રુજારીની અનુભૂતિ પણ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાની મુખ્ય ફોલ્ટ લાઈનો પૈકી વાગડ ફોલ્ટ લાઈન સૌથી વધુ સક્રિય હોઈ તેમાં વધુ અને ઉંચી તિવ્રતાના કંપનો પણ નોંધાતા રહેતા હોય છે. વાગડ પંથક ઉપરાંત દુધઈ વિસ્તારમાં પણ આંચકાનું પ્રમાણ વધ્યું છે. ર૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપની વર્ષી નજીક આવી રહી છે ત્યારે કચ્છમાં વિવિધ ફોલ્ટલાઈનો પણ એકાએક સક્રિય થઈ ગઈ છે. જિલ્લાની મુખ્ય છ પૈકીની વાગડ ફોલ્ટ વધુ સંવેદનશીલ બની હોઈ આ ફોલ્ટલાઈન પર સ્થિત વિસ્તારોમાં ઉંચી તીવ્રતાના કંપનો પણ અનુભવાઈ રહ્યા છે. ર૦ર૧ના પ્રારંભથી એટલે કે છેલ્લા ૧૧ દિવસમાં કચ્છમાં કુલ્લ ૧૮ કંપનો અનુભવાઈ ચુકયા છે, જે પૈકીના મોટા ભાગના વાગડ ફોલ્ટલાઈનમાંથી ઉદ્ભવ્યા છે.