મુંબઇ-
'કુસુમ', 'કુમકુમ' જેવી સિરિયલ્સના લોકપ્રિય એક્ટર અનુજ સક્સેનાની મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે ગુરુવાર, ૨૯ એપ્રિલના રોજ ધરપકડ કરી હતી. અનુજ પર રોકાણકારોના ૧૪૧ કરોડ રૂપિયા પડાવી લેવાનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ૯ વર્ષ જૂનો છે. ઇઓસીએ ફાર્મા કંપનીના સીઓઓ તરીકે તેની ભૂમિકાની તપાસ કરવા માટે ધરપકડની માગણી કરી હતી.
કેસની સુનાવણી કરતાં વિશેષ ન્યાયાધીશ અભિજીત નંદગાંવકરે કહ્યું હતું કે અનુજ કંપનીમાં ઉચ્ચ પદ પર એટલે કે સીઓઓ છે. તેનો અર્થ એ થયો કે તે કથિત રીતે છેતરપિંડી અંગે જાણતો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે તપાસ દરમિયાન આ વાતની માહિતી મેળવી શકાય તેથી તેને સોમવાર સુધી ઈર્ંઉની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જાેકે, અનુજે એમ કહીને વિરોધ કર્યો હતો કે તે એક ચિકિત્સા વ્યવસાયી છે અને તેની એક કંપનીકિટ તથા સેનિટાઈઝર બનાવે છે, જે કોરોના દરમિયાન જરૂરી છે.
અનુજ પર છેતરપિંડી તથા અપરાધિક ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસ એક રોકાણકારે દાખલ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૨માં કંપની રોકાણ કરવાથી લાભદાયક રિટર્નનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મેચ્યોરિટી૨૦૧૫માં જમા રાશિ પર કંપનીએ કોઈ જવાબ આપ્યો નહીં. અનુજ સક્સેનાએ લેખિતમાં ગેરંટી આપી હતી કે આ રાશિ પરત કરી દેવામાં આવશે. જાેકે, રોકાણકારોને પૈસા આપવામાં આવ્યા નહીં. અનુજે દાવો કર્યો હતો કે તેને ૨૦૧૫માં કંપનીનો સીઓઓ બનાવવામાં આવ્યો હતો અને તે પહેલાંની લેવડ-દેવડ અંગે તેને કોઈ માહિતી નથી.
અનુજની કંપની એલ્ડર ફાર્માસ્યુટિકે એક સ્કીમ બહાર પાડી હતી, જેમાં લગભગ ૨૪ હજાર ઈન્વેસ્ટર્સ તથા કંપનીએ પૈસા રોક્યા હતા. આ જ રીતે અંદાજે ૧૭૫ કરોડ રૂપિયા ભેગા થયા હતા અને પછી પરત આપવાની ના પાડી દીધી હતી.અનુજે બંસલને તપાસ કરતાં અટકાવવા માટે ૯ લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ વાતની જાણ થતાં કોર્પોરેટ અફેર્સના ડ્ઢય્ બી કે બંસલની ઝ્રમ્ૈંએ ધરપકડ કરી હતી. થોડાં દિવસ બાદ બંસલની પત્ની તથા દીકરીએ સુસાઈડ કર્યું હતું.આ કેસની સુનાવણી દરમિયાન અનુજે દિલ્હી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટે અનુજને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૭ સુધી સરેન્ડર કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ તે વિશેષ ન્યાયાધીશ ગુરદીપ સિંહની સામે હાજર થયો હતો.
અનુજના ટીવી કરિયરની વાત કરીએ તો 'કુસુમ', 'કુમકુમ', 'રિશ્તો કી ડોર', 'કુછ પલ સાથ તુમ્હારા', 'સારા આકાશ', 'સોલહ શ્રૃંગાર', 'ડોલી સજા કે રખના' જેવા શોમાં જાેવા મળ્યો હતો. છેલ્લે ૨૦૦૮માં ટીવી શો 'કુછ ઈસ તરહ'માં જાેવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો તે 'પરાઠેવાલી ગલી', 'ચેઝ', 'લિપ્સઝ ધ કિસ ઓફ ડેથ'માં કામ કર્યું છે. જાેકે, આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી.