કુલભૂષણ જાદવ કેસ:ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં 3 ઓગસ્ટે સુનાવણી

ઇસ્લામાબાદ-

IHC (ઇસ્લામાબાદ હાઇકોર્ટ) એ ભારતીય નાગરિક કુલભૂષણ જાદવની મોતની સજાના કેસમાં સંઘીય સરકાર દ્વારા પ્રસ્તુત અરજી પર સુનાવણી માટે એક બૅન્ચનું ગઠન કરવામાં આવ્યું છે. ત્રણ ઓગસ્ટે તેની સુનાવણી થશે.

પાકિસ્તાની સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અધ્યાદેશ 2020ને સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ અધ્યાદેશ જાદવ માટે પોતાની વિરૂદ્ધ સજાની ચેતવણીનો રસ્તો સાફ કરે છે.આ વટહુકમ હેઠળ સંઘીય સરકારે જાદવ માટે એક કાયદાકીય પ્રતિનિધિ નિયુક્ત કર્યો છે જે ઇસ્લામાબાદ હાઇકોર્ટ સમક્ષ કેસને રજૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ અતહર મિનાલા, જાદવ મામલાની અરજી પર સુનાવણી કરશે અને તે બૅન્ચના પ્રમુખ પણ હશે.

સંઘીય સરકારે 22 જૂલાઇએ આઇએચસીને કહ્યું હતું કે, જાદવ કથિત ભારતીય જાસૂસ છે અને તે કથિત રીતે પાકિસ્તાનમાં કેટલાય આતંકીઓની ગતિવિધિઓમાં સામેલ છે. સરકારે જણાવ્યું હતું કે, જાદવે પોતાની મોતની સજા વિરૂદ્ધ અરજી દાખલ કરવાની મનાઇ કરી છે. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે, જાદવ ભારતની સહાયતા વગર જ પાકિસ્તાનમાં વકીલ નિયુક્ત કરી શકશે નહીં.આ અરજી અનુસાર જાદવે પોતાની સજા વિરૂદ્ધ અરજી દાખલ કરવાની મનાઇ કરી છે, જ્યારે નવી દિલ્હી પણ અધ્યાદેશ હેઠળ સુવિધાનો લાભ મેળવવા ઇચ્છુક નથી.આ પગલું ત્યારે સામે આવ્યું જ્યારે સંઘીય સરકારે જાદવ મામલે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અધ્યાદેશ 2020 રજૂ કર્યો, જેથી પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીના માધ્યમથી મંજૂરી મળી અને તેને સીનેટમાં (ઉપરી સદન) રજૂ કરવા માટે સરકારે કમર કસી હતી.વિપક્ષી દળ અધ્યાદેશ વિરૂદ્ધ ઉભેલા જોવા મળી રહ્યા છે. તેમણે દેશમાં આતંકવાદમાં સામેલ રહેલા ભારતીય જાસૂસને ખુલ્લું સમર્થન આપવાનો વિરોધ કર્યો છે.પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના (પીપીપી) નેતા બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે, સરકારે એક અધ્યાદેશ પારિત કર્યો છે, જે પાકિસ્તાનની હિરાસતમાં ભારતીય જાસૂસને ફાયદો પહોંચાડશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution