રાજપીપળા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઈચા નિલકંઠધામ ખાતે દ્વિ દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક “વિચાર ગોષ્ઠિ” ને રાજયપાલ આચાર્ય દેવવ્રતની સાથે સંલગ્ન રાજ્યના તમામ જિલ્લાના સંયોજક, સહ-સંયોજક અને કન્વિનરોની “વિચાર ગોષ્ઠિ” નો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે હાલ ચાલી રહેલા ખેડુત આંદોલન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાજયપાલે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા સામે છેલ્લા ૪૭ દિવસથી દિલ્હીની બહાર આંદોલન ચલાવી રહેલા કિસાન સંગઠનો અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે કુછ પાગલ લોગ હૈં, જાે ગલત ચિંતન લોગાંે કો દે રહે હૈં.
દેશની રાજધાનીમાં છેલ્લા ૪૭ દિવસ ચાલી રહેલા ખેડૂત આંદોલનને કેન્દ્ર સરકારના નાકમાં દમ કરી દીધું છે.સમગ્ર દેશમાં ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા મામલે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે.સુપ્રીમ કોર્ટ પણ સરકારના વલણ અંગે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે “કૃષિ કાયદાને તમે નહીં અટકાવો, તો અમે સ્ટે મૂકી દઈશું.તમે આ મામલાને યોગ્ય રીતે હેન્ડલ કરી શક્યા નથી.તેથી અમારે એક્શન લેવું પડશે.”
ખેડુતો દ્વારા નવા કૃષિ કાયદા મુદ્દે કરાઈ રહેલા આંદોલન મામલે સરકાર પણ એમની સાથે વાટા ઘાટો કરવા તૈયાર છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ દરમીયાન વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.એમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ કાયદાને અપનાવો એનાથી તમને મોટો ફાયદો થશે, આ કાયદાથી દેશના ક્રાંતિકારી બદલાવ આવશે.તમે સંગઠન બનાવો, ગ્રુપ બનાવો અને પ્રાકૃતિક ખેતી કરવા લોકોને પ્રેરિત કરો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પણ ખેડૂતોનું આ આંદોલન સમેટાઈ એવું ઇચ્છી રહી છે ત્યારે ગુજરાતના રાજયપાલનું આ વિવાદિત નિવેદન કેટલું વ્યાજબી છે.
આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે પેહલા ખેડૂતો ૬ મહિના મહેનત કરે અને પોતાનો પાક વેચવા વચેટિયાઓનો સંપર્ક કરે, ખેડૂત કરતા વચેટિયાઓ એક જ દિવસમાં વધારે કમાઈ જાય છે.નવા કૃષિ કાયદામાં એ બહાર કર્યું છે.નવા કૃષિ કાયદામાં તમે ડાયરેકટ સંપર્ક કરી પોતાનો પાક જે તે વ્યક્તિ કે સંસ્થાને વેચી શકશો, કોન્ટ્રાકટ ખેતી એ સારી બાબત છે.નવો કૃષિ કાયદો સમજાે અને એને અપનાવો.