કૃતિ સેનન હવે ફિલ્મ મેકિંગના ફિલ્ડમાં..

બોેલિવુડમાં એક મોડેલ અભિનેત્રી તરીકે કામ કરે તેવો ટ્રેન્ડ ૯૦ના દાયકાથી પ્રચલિત છે.મોડેલિંગમાંથી અભિનયમાં પદાર્પણ કરી સફળતા મેળવનાર અભિનેત્રીઓમાં કૃતિ સેનનનું નામ પણ મોખરે છે. આ એક એવી અભિનેત્રી છે કે જેણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બે ફિલ્મફેર એવોર્ડ પોતાને હસ્તક કરેલા છે. હાલમાં તેણે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી છે, જેની પ્રથમ ફિલ્મ બો-પત્તીમાં કાજાેલ સાથે અભિનય કરશે. આ એક સસ્પેન્સ ફિલ્મ છે.

૨૪ વર્ષની ઉંમરે અભિનય શરૂ કરનાર અભિનેત્રી કૃતિ સેનનનો જન્મ ૨૭ જુલાઈ, ૧૯૯૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાહુલ સેનન અને દિલ્હી યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ગીતા સેનનની દીકરી છે. પંજાબી હિન્દુ પરિવારની આ દીકરીએ નોયડામાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી છે. કૃતિ સેનને અભિનેત્રીની કેરિયર શરૂ કરતાં પહેલાં મોડેલ તરીકે કામ કર્યું હતું. તે હિન્દી ઉપરાંત તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કરે છે. ફોબ્સ ઈન્ડિયાની ૨૦૧૯ની ૧૦૦ સેલિબ્રિટીની યાદીમાં પણ તેનું નામ અંકિત થયેલું છે.

કૃતિ સેનને ૨૦૧૪માં તેલુગુ ભાષાની સાયકોલોજીકલ ફિલ્મ સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેલુગુ ફિલ્મનું પ્રથમ શેડ્યુલ પૂર્ણ થયુ તે પછી તરત જ સેનને ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ હીરોપંતી સાઈન કરી હતી. કૃતિ સેનને એ શૂટિંગ માટે બંને ફિલ્મોને સરખો સમય ફાળવ્યો હતો.

કૃતિ સેનને બેસ્ટ ફિલ્મ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ અને હીરોપંતી ફિલ્મ માટે આલ્ફા એવોર્ડ પોતાને હસ્તક કરેલો હતો.

બોલિવુડમાં ઘણી અભિનેત્રીઓ કોઈ કારણોસર બ્રેક લઈ લેતા હોય છે અને પછી કમબેક પણ કરે છે એમ જ કૃતિએ પણ એકાદ બે વર્ષની ગેરહાજરી નોંધાવી કમબેક કર્યું. ૨૦૧૭માં સુશાંતસિંહ રાજપુત સાથે ફિલ્મ 'રાબતા’માં અને ૨૦૨૨માં વરુણ ધવન સાથે ફિલ્મ 'ભેડિયા’માં ભૂમિકા ભજવી હતી.

આ જ વર્ષમાં એટલે કે ૨૦૨૪માં માનવીય રોબોટ તરીકેની ભૂમિકા ભજવી પ્રેક્ષકોને ‘તેરી બાતો મેં એસા ઉલજા જીયા’ જેવો ઝટકો આપ્યો હતો. જે શાહિદ કપૂર સાથેની માણસ અને રોબોટ વચ્ચેની સાયન્સ ફિકશન રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી.

બોલિવુડ એક એવી દુનિયા છે જેમાં કોઈ પણ અભિનેતા હોય કે અભિનેત્રી ટ્રોલ ન થયા હોય એવું બને જ નહીં. મીડિયામાં અફવા ના ઉડી હોય એવું શક્ય જ નથી. વાત કરીએ કૃતિ સેનનની, જેના પર ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રમોટ કરવાનો આરોપ હતો. પ્રખ્યાત કોફી વિથ કરણના એક એપિસોડમાં કૃતિ પર આરોપ લગાડ્યો હતો. પરંતુ તે ફેક ન્યુઝ પર ગુસ્સો વ્યક્ત કરી કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ કૃતિએ આપી હતી.

હાલમાં જાણવા મળ્યું છે કે અભિનેત્રી કૃતિ સેનન પોતાનાથી દસ વર્ષ નાના બિઝનેસમેન કબીર બહિયા સાથે ડેટિંગ પર છે. જેમાં કૃતિએ ૨૭ જુલાઈએ ગ્રીસમાં પોતાનો જન્મદિવસ પણ કબીર સાથે બનાવ્યો હતો. જાેકે આ બધી અટકળો અંગે કબીર કે કૃતિ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

અફેરની અફવા એક તો ન જ હોય..આ તો બોલિવુડ છે, ભાઈ, બોલિવુડ.... અફેર કબીર સાથે છે કે નહીં એનો ખુલાસો થાય તે પહેલા તો આદિપુરુષના કો-એક્ટર પ્રભાસ સાથે કૃતિનો અફેર છે એવું એક પડીકું ઊડતું આવ્યું હતું. પડીકું સાચું હતું કે ખોટું એ હજી પુરવાર થયું નથી.

પરંતુ કૃતિની અને આદિપુરુષના નિર્માતાની એક હરકત તેલંગાણાના ચીલકુર બાલાજી મંદિરના પૂજારીએ નીંદનીય ગણાવી હતી. જેમાં આદિપુરુષના નિર્માતાએ તિરુપતિના ભગવાન વેંકટેશના મંદિરમાં કૃતિને ચુંબન કર્યું હતું. મંદિરમાં નિયમ છે કે એ મંદિરમાં પતિ પત્ન્‌ી પણ સાથે જતા નથી. એટલે પૂજારીએ તેમની એ હરકતને નિંદનીય કૃત્ય ગણાવી તેમનું વર્તન રામાયણ અને માતા સીતાનું અપમાન કરવા જેવું ગણાવ્યું હતું.

હાલમાં સેનને તેની પોતાની 'બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ’ નામની પ્રોડક્શન કંપની શરૂ કરી છે. જે હેઠળ તે કાજાેલની સાથે એક રહસ્યમય ફિલ્મ દો-પત્તીનું નિર્માણ કરશે અને તેમાં પોતે અભિનય પણ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution