આઈપીએલ પ્લેઓફ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ક્વોલિફાય
નવી દિલ્હી
બુધવારના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ પણ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે. આઈપીએલ પ્લેઓફ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ક્વોલિફાય થઈ ચુકી છે. હવે 2 જગ્યા ખાલી છે જેના માટે ચેન્નાઈ, હૈદરાબાદ, બેગ્લુરું અને લખનૌ જેવી ટીમ પણ રેસમાં છે, પરંતુ દિલ્હી કેપિટલ્સ પોતાની તમામ મેચ રમી ચુકી છે એટલા માટે તેમણે પ્લેઓફની આશા અન્ય ટીમ પર રાખવી પડશે.પોઈન્ટ ટેબલમાં કેકેઆર પોતાની 13 મેચમાં 9માં જીત અને 3માં હાર બાદ 19 પોઈન્ટ સાથે ટોપ સ્થાન પર છે. ગત મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ હાર બાદ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે.રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે અને ખાસ રણનીતિ પોતાની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જીત મેળવી બીજા સ્થાન પર રહેવાની છે. હવે વાત કરીએ 3જા સ્થાન માટે તો ચેન્નાઈ સુપર કિંગ્સ ટૉપ4માં પહોંચવું પાક્કું છે, પરંતુ ક્વોલિફાય થવાનું હજુ સ્પષ્ટ થયું નથી. તે અન્ય ટીમના રિઝલ્ટ પર આધાર પર નંબર 3 કે પછી નંબર 4 પર રહી શકે છે. કારણ કે, આ બંન્ને પોઝિશન પર દિલ્હી, હૈદરાબાદ, આરસીબી અને લખનૌ બાજી પલટી શકે છે.હવે માત્ર 5 મેચ રમવાની બાકીઆઈપીએલ 2024માં લીગ સ્ટેજમાં હવે માત્ર 5 મેચ રમવાની બાકી છે. તો પ્લેઓફમાં અત્યારસુધી માત્ર 1 જ ટીમ જગ્યા બનાવી શકી છે.બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024માં શાનદાર વાપસી કરી છે. તેમણે સતત 5 મેચ જીતી પ્લેઓફની આશા જીવંત રાખી છે.હવે તેને કિસ્મતનો સાથ પણ જોશો. હવે IPLની 17મી સિઝનમાં ગ્રુપ સ્ટેજની માત્ર 5 મેચ જ બાકી છે. છેલ્લી મેચ 19 મેના રોજ રમાશે. આ રીતે 4 દિવસમાં યોજાનારી આ 5 મેચો બાદ જ 5 ટીમોના ભાવિનો ફેંસલો થશે. આમાંથી માત્ર 2 જ પ્લેઓફમાં પ્રવેશ કરી શકશે