લોકસત્તા ડેસ્ક
શરીરને સ્વસ્થ રાખવા માટે ઉનાળામાં આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, પુષ્કળ પાણી પીવું. આ સિઝનમાં પાચન એ સૌથી સામાન્ય સમસ્યા છે. ઉનાળામાં લોકોને ખોરાક પચાવવામાં મુશ્કેલી થવાની શરૂઆત થાય છે. ગરમ પવન અને પરસેવાને કારણે શરીર થાકવા લાગે છે. આવી સ્થિતિમાં પૌષ્ટિક શાકભાજીની જરૂર હોય છે. પરવળ, ઘીસોડા, તુરીયા જેવી શાકભાજી આ સમયે લેવી જ જોઇએ. ટીંડોળા એક શાકભાજી પણ છે જે ઉનાળામાં ખૂબ ફાયદાકારક હોય છે. ટીંડોળા એક પરવળ જેવી દેખાય છે, પરંતુ કદ અને પહોળાઈ ઘણી ઓછી છે. ટીંડોળા પૌષ્ટિક ગુણોથી ભરપુર છે. તે આહારમાં શામેલ કરવા જ જોઈએ. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
ટીંડોળા ખાવાના ફાયદા
ટીંડોળામાં વિટામિન સી અને બી સાથે ફાઈબર, આયરન, કેલ્શિયમ અને કેટલીક પ્રકારના અંટી-ઑક્સિડેંટ્સ રહેલા હોય છે. તે ઈમ્યૂનિટિ વધારવા સાથે હાર્ટને પણ સ્વસ્થ રાખે છે.
તો ટીંડોળામાં રહેલા ફ્લેવેનાઈડ્સથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે. ટીંડોળા બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે.ગરમીમાં પાચનમાં થતી ગડબડીને સારી કરે છે. જેથી ટીંડોળા જરૂરથી ખાઓ. તેને ખાવાથી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળે છે. તેમજ પથરીની સ્સમયાઓમાં પણ ટીંડોળા ફાયદાકારક છે.
તે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેથી વાયરલ ઈન્ફેક્શન દૂર રહે છે. ટીંડોળા ખાવાથી શરીરમાં આયરનની ખામી દૂર થાય છે. તે હિમોગ્લોબિનની માત્રાને જાળવી રાખે છે. ટીંડોળા ખાવાથી શરીરમા થાક દૂર થાય છે.
તો વધારે માત્રામાં ટીંડોળા ન ખાવા જોઈએ. તેની સારી રીતે રાંધીને ખાવા જોઈએ. તેમજ તેને ખૂબ ઓછા તેલમાં તળવા જોઈએ.