લોકસત્તા ડેસ્ક
ફિલ્મ અને મેચ જોતા દરમિયાન તો તમે પોપકોર્નની મજા લીધી જ હશે. પોપકોર્ન એક એવી વસ્તુ છે, જેને દરેક જગ્યાએ સરળતાથી ખાઈ શકાય છે. તો ઘણી વખત વડીલ પોપકોર્ન ખાવા પર ટોકી દેતા હોય છે કે, 'પોપકોર્ન કંઈ ખાવાની વસ્તુ છે, કંઈક સારુ ખાઈ લો'.., પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પોપકોર્ન ખાવાના નુકસાન નહી પણ ઘણા ફાયદાઓ છે. સાદા પોપકોર્ન ખાવાથી શરીરને ઘણા પોષક તત્વ મળે છે. તો ચાલો જાણીએ પોપકોર્ન ખાવાના ફાયદાઓ..
વજન થાય છે ઓછુ
જો તમે વધતા વજનથી પરેશાન છો તો ભૂખ લાગવા પર પોપકોર્ન ખાવ. પોપકોર્નના એક કપમાં માત્ર 30 કેલરી હોય છે. સાથે જ તેમાં હાજર ફાયબર ભૂખ મટાડે છે. પોપકોર્ન ખાવાથી વજન ઓછુ થાય છે.
પાચનક્રિયા રહે છે સારી
પોપકોર્નમાં ફાયબર હોય છે. જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પાચનતંત્ર સંબંધી કોઈપણ સમસ્યામાં પોપકોર્નનું સેવન જરૂર કરવું જોઈએ. પોપકોર્નમાં હાજર બી-કોમ્પ્લેક્સ વિટામિન, વિટામિન-ઈ અને મિનરલ્સ પાચન ક્રિયાને સુધારે છે.
કેન્સરનો ખતરો હોય છે ઓછો
રિસર્ચ પ્રમાણે, પોપકોર્નમાં પોલીફેનોલ તત્વ મળી આવે છે. જેના કારણે પોપકોર્ન ખાનાર લોકોને કેન્સરનો ખતરો ઓછો હોય છે. તે સિવાય પોપકોર્ન ખાવાથી ર્હદય પણ સ્વસ્થ રહે છે. અમેરિકન ઈંસ્ટીટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ પ્રમાણે પોલીફેનોલ તે એન્જાઈમને જ બ્લોક કરી દે છે. જેનાથી કેન્સર થવાનો ખતરો રહે છે.
બ્લડ શુગર રહે છે નિયંત્રિત
પોપકોર્નમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ખૂબ જ ઓછુ હોય છે. તેથી તેને ખાવાથી બ્લડ શુગર ઓછુ રહે છે. જો તમે બ્લડ શુગરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો, પોપકોર્નનું સેવન જરૂર કરો.