શાસ્ત્રો અનુસાર આપણે કોઇ પણ કામની શરૂઆત કરીએ તે પહેલા ગણેશજીની પૂજા કરતા હોઇએ છીએ. એવુ માનવામાં આવે છે કે તેમના પિતા મહાદેવના વરદાન પ્રમાણે ગણેશજીની પૂજા ન થાય ત્યાં સુધી બીજા કોઇ પણ દેવતાની પૂજા સ્વિકારવામાં આવતી નથી.
આપણે કોઇ પણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશ જરૂર લખીએ છીએ. ભગવાન ગણપતિની ઘણી વાર્તા તમે સાંભળી હશે પરંતુ આજે અમે તમને તેમની સુંઢને લઇને કેટલીક વાતો જણાવીશું, જેમકે તેમની સુંઢ કઇ તરફ હોય તો તે ભાગ્યશાળી ગણાય.
કહેવામાં આવે છે કે ભગવાન શંકરે ક્રોધમાં આવીને ગણેશજીનુ માથુ ત્રિશુલથી કાપી નાંખ્યુ હતુ. ત્યારે માતા પાર્વતીએ હાથીના બચ્ચાનુ માથુ કાપીને ગણેશજીના માથે લગાવી દીધુ હતુ. ત્યારથી ગણેશજીને ગજમુખાય પણ કહેવાય છે.
ગણેશજીની સુંઢ સાથે જોડાયેલી કેટલીક બાબતો
- એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતાની સુંઢથી પરમ પિતા બ્રહ્માજીને જળ અર્પણ કરે છે.
- સુંઢ વાળી ગણેશજીની મૂર્તિ જોઇને ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
- ગણેશજીની સૂંઢ બુદ્ધિમતા અને વિવેક શીખવે છે.
- ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘર પોઝીટીવ એનર્જીથી ભરાઇ જાય છે.