લોકસત્તા ડેસ્ક
શું તમે પણ ફેશનમાં પરફેક્ટ છો? સુંદર દેખાવા સાથે સાથે લોકો તમને ફેશન આઇકોન સમજે છે? કયા સમયે કયા ફંકશનમાં કયો ડ્રેસ પહેરવો અને તેની સાથે શું મેચિંગ કરવું તે અંગે તમે સંપૂર્ણ સભાન છો? અને ફેશન પાછળ આંધળી દોટ નહીં પરંતુ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે તેઓ પહેરવેશ તમને પણ ગમે છે? તમે જ્યાં જાઓ છો ત્યાં તમારું વ્યક્તિત્વ ઊભું કરો છો? દરેક ફંકશનમાં તમારા ડ્રેસ ઉપર લોકોની નજર હોય છે? તમારા ડ્રેસથી માંડીને જ્વેલરી, પર્સ, સેન્ડલ અને હેર સ્ટાઈલ બધું જ અમેઝિંગ હોય છે ? જો દરેક સવાલના જવાબ હા હોય તો તમે આ પાંચ રાશિમાંથી જ એક્ના માલિક હોવા જોઈએ.
વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો પર્સનાલીટી ખુબ સરસ હોય છે. તેમનું વ્યક્તિત્વ અને બાંધો સુંદર હોય જ છે. સાથે સાથે ફેશનના મામલે ખૂબ જ સજાગ હોય છે. સાધારણ કપડાં પણ આ રાશિના લોકોને ખુબ સરસ લાગે છે અને વૃષભ રાશિના જાતકો ડાર્ક કલર પહેરવાનું વધારે પસંદ કરે છે. જો કે ડાર્ક કલર તેમના પર ખૂબ સુંદર લાગે છે.
સિંહ રાશિ : સિંહ રાશિના જાતકો અત્યંત ચુઝી કહી શકાય. તેઓને બ્રાન્ડેડ વસ્તુઓનો જ શોખ હોય છે અને કપડાંથી માંડી પર્સ, જવેલરી અને સેન્ડલ સહિતની તમામ વસ્તુઓ મેચિંગ પહેરવાનું પસંદ કરે છે.
તુલા રાશિ: તુલા રાશિના લોકો ફેશન મામલે હંમેશા સમતુલન ધરાવે છે. તુલા રાશિના જાતકોનો એકલવો બાંધો અને ગોરી ત્વચા પર લાઈટ અને ડાર્ક બંને કલર ખૂબ ખીલી ઊઠે છે. ઇન્ડિયન અને વેસ્ટર્ન બધા જ પ્રકારના ડ્રેસ આ રાશિના જાતકોને સુંદર દેખાય છે. તુલા રાશિના જાતકો માસ કરતાં અલગ દેખાવાનું પસંદ કરતા હોવાથી હંમેશા તેઓ ક્લાસિક કપડા અને ફેશનમાં જોવા મળે છે.
કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોને મેચિંગ કરતાં કોંટ્રાક્સ વધુ પસંદ કરે છે. પરફેક્ટ કોંટ્રાક્સ કરવાની વધારે આદત સારી સાબિત થતી હોય છે અને તેઓ અલગ જ પર્સનાલિટી જોવા મળે છે. કુંભ રાશિના જાતકો હંમેશાં નવા નવા એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરે છે.
મેષ રાશિ : ખરીદી કરવાના મામલામાં મેષ રાશિના જાતકો સૌથી વધુ જોવા મળે છે. તેને દરેક ફંકશનમાં અથવા તો દરેક સમયે સ્થળ ફંકશન ને અનુરૂપ જ ફેશન કરવી પસંદ હોય છે.