જાણો ભારતના કયા શહેરમાં છે સૌથી વધુ કરોડપતિ



વિશ્વના સૌથી અમીર લોકો અમેરિકાના ન્યુયોર્કમાં રહે છે. હા, અહીંનો દરેક બીજાે વ્યક્તિ સામાન્ય લોકો કરતા વધુ અમીર છે. આજે અમે તમને જણાવીશું કે આ શહેરમાં લોકો આટલા અમીર કેવી રીતે છે અને અહીં કરોડપતિઓની સંખ્યા કઈ ઝડપે વધી રહી છે.

દુનિયાભરમાં દરેક વ્યક્તિને પૈસા જાેઈએ છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે અમેરિકાના ન્યૂયોર્કમાં દર ૨૪મો વ્યક્તિ કરોડપતિ છે. આ પછી સાન ફ્રાન્સિસ્કો બે એરિયા બીજા સ્થાને અને ટોક્યો ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ભારતનું કોઈ શહેર ટોપ ૧૦માં નથી. જાે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતના બેંગલુરુમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. માથાદીઠ આવકના સંદર્ભમાં, મોનાકો વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે, તેની ૪૦ ટકા વસ્તી કરોડપતિ છે.

હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરાયેલા સૌથી ધનાઢ્ય શહેરોની આ યાદી અનુસાર ન્યૂયોર્કમાં લગભગ ૩,૪૯,૫૦૦ કરોડપતિ છે. છેલ્લા ૧૦ વર્ષમાં આ સંખ્યામાં અંદાજે ૪૮ ટકાનો વધારો થયો છે. ન્યૂયોર્કની કુલ વસ્તી અંદાજે ૮૨ લાખ છે. આવી સ્થિતિમાં, ત્યાં રહેતો દરેક ૨૪મો વ્યક્તિ એક કરોડપતિ છે. રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કમાં ૬૦ અતિ સમૃદ્ધ લોકો પણ રહે છે. આ સિવાય ૭૪૪ લોકો પાસે ૧૦ કરોડ ડોલરથી વધુની સંપત્તિ છે.

આ યાદીમાં હેનલી એન્ડ પાર્ટનર્સે એવા લોકોને સામેલ કર્યા છે જેમની પાસે રોકાણ કરવા માટે ઓછામાં ઓછા ૧૦ લાખ ડોલર છે. સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં ૩,૦૫,૭૦૦ કરોડપતિઓ રહે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા ટોક્યોમાં ૨,૯૮,૩૦૦ કરોડપતિ છે. જાે કે, એક દાયકામાં આ શહેરમાં કરોડપતિઓની સંખ્યામાં ૫ ટકાનો ઘટાડો થયો છે. આ યાદીમાં ચોથા સ્થાને રહેલા સિંગાપુરમાં ૨,૪૪,૮૦૦ કરોડપતિ છે. અહીં વર્ષ ૨૦૨૩માં જ ૩૪૦૦ કરોડપતિ વધ્યા છે.

બેંગલુરુમાં કરોડપતિઓની સંખ્યામાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. એક દાયકામાં અહીં રોકાણ કરવા સક્ષમ ધનિકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. તે જ સમયે, એક દાયકામાં લંડનમાં કરોડપતિઓની સંખ્યામાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય હોંગકોંગમાં પણ આ આંકડો ૪ ટકા નીચે ગયો છે. જ્યારે ચીનના શેનઝેનમાં કરોડપતિઓની સંખ્યામાં ૧૪૦ ટકાનો વધારો થયો છે. વિયેતનામના હો ચી મિન્હ સિટી અને અમેરિકાના સ્કોટ્‌સડેલમાં પણ કરોડપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution