રણવીરે ફિલ્મ પદમાવત માટે રૂપિયા દસ કરોડ ફી લીધી હતી. આ ફિલ્મની સફળતા પછી તેણે પોતાની ફીમાં વધારો કર્યો હતો અને ફિલ્મ ૮૩ માટે ૧૩ કરોડ મહેનતાણું લીધું છે. આ ઉપરાંત તે એક વિજ્ઞાપન માટે રૂપિયા અઢી કરોડ લે છે તેવી પણ ચર્ચા છે.
બોલીવૂડમાં બાજીરાવ તરીકે જાણીતા થયેલા રણવીર સિંહ પોતાની અભિનય ક્ષમતાને કારણે એક ચોક્કસ સ્થાન મેળવ્યું છે. આજે મનોરંજન દુનિયાના ટોચના નિર્માતા-દિગ્દર્શકોની પ્રથમ પસંદગી બની ગયો છે. આ ઉપરાંત તેનું નામ અમિર એકટર્સોની યાદીમાં સાતમા સ્થાને આવે છે.
કહેવાય છે કે, ફાબર્સ મેગેઝિનના અનુસાર રણવીરની વરસની કમાણી રૂપિયા ૧૧૮.૨ કરોડ છે.ફિલ્મો ઉપરાંત અભિનેતા પાસે ૨૫થી પણ વધુ બ્રાન્ડના વિજ્ઞાાપનો છે. જેના દ્વારા પણ તે તગડી રકમ વસૂલે છે. રણવીરની લોકપ્રિયતા જોઇને તેના પર લોકો પૈસા લગાડવામાં ખચકાતા નથી.