જાણો શું છે રિફંડ ફ્રોડ, ઈન્કમ ટેક્સ વિભાગે એલર્ટ જાહેર કર્યુ



ઈન્કમટેક્સ વિભાગે કહ્યું કે, રિફંડની રાહ જાેઈ રહેલા લોકોને ફેક પોપ-અપ મેસેજથી બચવું પડશે. તેના દ્વારા સાયબર ઠગ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. હાલમાં ઘણા લોકો રિટર્ન ફાઈલ કર્યા બાદ તેમના રિફંડની રાહ જાેઈ રહ્યા છે. સાયબર ક્રાઇમ કરનારાઓની નજર આ લોકો પર ટકેલી હોય છે. તેમને નિશાન બનાવવા માટે રિફંડની છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગે રિફંડની રાહ જાેઈ રહેલા લોકો સાથે છેતરપિંડી અંગે ચેતવણી જારી કરી છે. વિભાગે કહ્યું છે કે લોકોએ કોઈપણ જાળમાં ફસાવું જાેઈએ નહીં અને આ છેતરપિંડીથી પોતાને બચાવવું જાેઈએ.

આવકવેરા વિભાગે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં માહિતી આપી હતી કે કરદાતાઓએ નકલી પોપ-અપ સંદેશાઓથી બચવું પડશે. વિભાગે તેમને આવા સંદેશાઓનો શિકાર ન થવાની સલાહ આપી છે. સાયબર ગુનેગારોએ કરદાતાઓના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવા માટે આવકવેરા રિફંડનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. આવા લોકો નકલી મેસેજ મોકલીને બેંક ખાતાની માહિતી મેળવવા માંગે છે. દેશભરમાં રિફંડની છેતરપિંડીના અનેક મામલા પ્રકાશમાં આવ્યા બાદ આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એડવાઈઝરી જારી કરી છે.

આવકવેરા વિભાગ અનુસાર, જાે તમે રિફંડની રાહ જાેઈ રહ્યા છો તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. સાયબર ઠગ્સ જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં લખેલું છે કે તમારા નામે રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે. આ પૈસા જલ્દી જ તમારા ખાતામાં જમા થઈ જશે. તમે નીચે આપેલ લિંકની મુલાકાત લઈને તમારો એકાઉન્ટ નંબર ચકાસી શકો છો અથવા તમારા બેંક ખાતાની વિગતો અપડેટ કરી શકો છો. આવકવેરા વિભાગે આવા સંદેશાઓ પર પ્રતિક્રિયા ન આપવાની અપીલ કરી છે.

વિભાગ અનુસાર, આ લિંક કરદાતાઓને નકલી વેબસાઇટ પર લઈ જાય છે. ત્યાં એકાઉન્ટ અપડેટ કરવા પર, એક ર્ં્‌ઁ મોકલવામાં આવે છે. ર્ં્‌ઁ દાખલ થતાંની સાથે જ સ્કેમર્સ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. આવકવેરા વિભાગે કહ્યું કે તે આવા મેસેજ કે ઈ-મેલ મોકલતું નથી. રિફંડ સીધા કરદાતાઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ માહિતી ઈ-મેલ અથવા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા આપવામાં આવે છે. રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૪ છે. પેનલ્ટીથી બચવા માટે તમારે બધાએ આ તારીખ પહેલા રિટર્ન ફાઈલ કરવું જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution