નવલા નોરતાની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આપણા ગરવા ગુજરાતની મુખ્ય રાસ ગરબા જ ગણાય છે. ગરબાની રમઝટ સાથે નવરાત્રિ દરમિયાન માં ભવાનીની આરતી, પૂજા, અને ઉપાસના પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘરે ઘરે માતાજીની મૂર્તિનું સ્થાપન અને પૂજા-અર્ચના કરાય છે. નવલા નોરતા નવે દિવસ ધૂમધામથી ઉજવાય છે. એટલે જ તો કહેવાય છે નવ રાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ, પણ શું તમે જાણો છો, નવરાત્રિ સાથે સંકળાયેલ આ '૯' અંકનાં રહસ્યા વિશે શા માટે 'નવ' રાત્રિ જ ઉજવવામાં આવે છે ? તો ચાલો જાણીએ નવરાત્રિ સાથે સંકળાયેલા આ '૯' અંકનાં આધ્યાત્મિક સંબંધ અને તેના મહત્વ વિશે.
નવ દેવી દૂર્ગાના અવતારો
શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્મંડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્ધિ રાત્રી
નવ દૂર્ગા દેવીના નામ
અંબા, ચામુંડા, અષ્ટમુખી, ભુવનેશ્ર્વરી, લલિતા, મહાકાળી, જગદંબા, નારાયણી, રેણુકા
મહારાષ્ટ્રમાં માતા દેવીના પ્રખ્યાત નવ મંદિરો
વ્રજેશ્ર્વરી (વસઈ), મહાલક્ષ્મી (દહાનુ), મહાકાલી (આદિવરે), સપ્તશ્રૃંગી (વાણી), રેણુકાદેવી (માહુર), મહાલક્ષ્મી (કોલ્હાપુર), તુલજા ભવાની (તુલજાપુર), યોગિનીમાતા (અંબજોગાઈ), એકવીર દેવી (કાર્લા),
નવરાત્રીના નવ રંગ
લાલ, વાદળી, પીળો, લીલો, રાખોડી, કેસરી, સફેદ, ગુલાબી, જાંબલી,
નવપ્રકારનું દાન
અન્નદાન, ધનદાન, ભૂમિદાન, વિદ્યાદાન, અંગદાન, શ્રમદાન, રકતદાન, વસ્ત્રદાન, શરીરદાન
નવ પ્રકારની ભકિત
શ્રવણ, કિર્તન, સ્મરણ, અર્ચન, પાદસેવન, વંદન, સાખ્ય, દાસ્ય, અતિમાનવ
નવખંડ
ભરત ખંડ (પૂર્વ), કેતુમલ ખંડ (પશ્ર્ચિમ), રામ્યાખંડ (દક્ષિણ), વિદિમખંડ (ઉતર), વૃતાખંડ (દક્ષિણ-પૂર્વ), દરિયામાલ ખંડ (દક્ષિણ-પશ્ર્ચિમ), હરીખંડ (ઉત્તર-પશ્ર્ચિમ), હરણખંડ (ઉત્તર-પૂર્વ), સુવર્ણખંડ (મધ્ય),
માનવ મનના નવ ગુણો
ભ્રાંતિ, કલ્પના, તપસ્યા, સારી વિચારસરણી, દ્વેષ. ખરાબ વિચારો, ક્ષમા, સ્મૃતિ, બેચેની
માનવ શરીરના નવ તબકકા
ગર્ભાવસ્યા, વિભાવના, જન્મ, બાળપણ, કુમારિકા, તરૂણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃધ્ધાવસ્થા, માતાના ગર્ભાશયમાં મૃત્યુ