એવું કહેવાય છે કે, રાતે ફળો ખાવાનું અવોઈડ કરવું જોઈએ. ખાસ કરીને લોકો રાતે કેળા નથી ખાતાં. પણ શું તમે જાણો છો કે ગુણોથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ કેળા રાતે ખાવાની કેમ મનાઈ કરવામાં આવે છે. પૌષ્ટિક ફળોમાંથી એક ન્યૂટ્રિઅન્ટ્સ અને મિનરલથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી એનર્જી મળે છે. કેળામાં આયર્ન હોય છે જેના બોડીમાં હીમોગ્લોબિન વધે છે અને એનિમિયા સામે રક્ષણ મળે છે. સાથે જ તેમાં ટ્રાઈપ્ટોફેન, વિટામિન બી6 અને વિટામિન બી પણ હોય છે. તો ચાલો જાણીએ રાતે કેળા ખાઈ શકાય કે નહીં.
કેળુ ખૂબ હેલ્ધી અને એનર્જી આપનાર ફળ છે અને એવા લોકો જેમને કફ દોષ હોય, શરદીની સમસ્યા હોય તેમણે રાતે તેને ખાવાથી બચવું જોઈએ. જે લોકોને સાયનસ અને અસ્થમાનો પ્રોબ્લેમ હોય તેમણે રાતે કેળુ ખાવાનું અવોઈડ કરવું જોઈએ. જોકે સાંજે જિમ ગયા પછી કેળું ખાવું ફાયદાકારક છે.
શું કહે છે આયુર્વેદ:
આયુર્વેદ અનુસાર રાતે કેળા ખાવા યોગ્ય નથી, જેથી કોઈએ પણ રાતે કેળા ન ખાવા જોઈએ. કારણ કે તે બોડીમાં કોલ્ડ અને કફને વધારે છે. આ સિવાય તે પચવામાં પણ ભારે હોય છે અને રાતે તેને ખાવાથી આળસ અનુભવાય છે.
એસિડ કંટ્રોલ કરે છે:
એક રિસર્ચ અનુસાર, જે લોકો મસાલેદાર અને સ્ટ્રીટ ફૂડ્સ વધુ ખાય છે એવા લોકો માટે કેળું લાભકારી છે. રાતે 1 કેળું ખાવાથી હાર્ટ બર્ન અને પેટમાં અલ્સરની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.
સારી ઊંઘ માટે ફાયદાકારક:
પોટેશિયમથી ભરપૂર કેળા મસલ્સ પેઈનમાં આરામ આપે છે. સાંજે 1-2 કેળા ખાવાથી તમારું શરીર સૂવા માટે તૈયાર થાય છેય ન્યૂટ્રિશનિસ્ટ શશાંક મુજબ, 1 કેળામાં લગભગ 487 મિગ્રા પોટેશિયમ હોય છે. આ બોડીને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સની 10 ટકા જેટલી જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદ કરે છે.
સ્થૂળતા વધતા રોકે છે:
1 કેળામાં માત્ર 105 કેલરી હોય છે. જેથી જો તમે વજન ઉતારવાની ડાયટ પર હોવ અને રાતે 500 કેલરી લેવાની હોય તો 2 કેળા અને 1 કપ સ્કિમ્ડ મિલ્કનો વિકલ્પ પસંદ કરી શકો છો.
ગળ્યું ખાવાની ઈચ્છાને શાંત કરે છે:
જો તમને રાતે મોડાં કંઈક ગળ્યું ખાવાની ક્રેવિંગ થતી હોય તો તમે કેળા ખાઈ શકો છો. કેળા ગળ્યા હોવાથી ક્રેવિંગ દૂર થાય છે અને સાથે જ તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે. તો રાતે 1 કેળુ ખાઈ લેવાથી કોઈ પ્રોબ્લેમ થતી નથી.