નિયમિત બટુક ભોજન ઉપરાંત ગુરૂપૂર્ણિમા, રામનવમી, હનુમાન જયંતિ સહિતના ઉત્સવો ઉજવાય છે
. અમદાવાદ હાઈવે પર નવાગામ આણંદપર તરફ જતા લાલ હનુમનાજીનું મંદિર આવે છે. આ મંદિર ૧૭૦ વર્ષ જુનુ મંદિર છે. આ મંદિરે લાલ હનુમાન મહારાજ હાજરા હજુર છે સાથે સાથે અહી રામદરબાર પણ બિરાજમાન છે. અહીયા શ્યામનાથ મહાદેવ પણ બિરાજમાન છે. મંદિરનાં પ્રથમ મહંત એટલે યોગેન્દ્ર દાસ બાપુ જે ને બધા સેવાદાસ બપુ તરીકે ઓળખતા અને આ મંદિરમાં કોઈ પણ ભકત આવે તો ભોજન પ્રસાદ લીધા વગર ના જાય તેવી તેમની ઈચ્છા રહેતી. યોગેન્દ્રદાસ બાપુ ત્યારબાદ તેમના શિષ્ય મહંત અર્જુનદાસ બાપુ અને અત્યારે આ મંદિરનું સંચાલન મહંત અનમોલદાસ બાપુ કરી રહ્યા છે.
આ મંદિરમાં નિયમિત બટુક ભોજન કરાવવામાં આવે છે. ગૂરૂપૂર્ણીમાં, રામનવમી, હનુમાન જયંતી આ બધા તહેવારો ધામધુમથી ઉજવવામાં આવે છે. અને સંત સેવા પણ કરવામાં આવે છે. બહારગામથી સંત તેમજ ભકતો આવે તો તેમને અહી રાતવાસો તેમજ ભોજન પણ કરાવવામાં આવે છે. લાલ હનુમાનજીનુંમંદિર ભકતોમાં આસ્થાનું કેન્દ્ર છે.