કે.કે.આર.ના ક્રિકેટર ચેતન સાકરિયા ગર્લ ફ્રેન્ડ મેઘનાના પ્રેમમાં ક્લીન બોલ્ડ

ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકાના પ્રવાસે જવાની છે.બીજી તરફ તેના પૂર્વ શિષ્ય ચેતન સાકરિયાના લગ્ન થઈ ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના પેસરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મેઘના જાંબુચા સાથે લગ્ન કર્યા. આ પ્રાઈવેટ ઈવેન્ટમાં માત્ર કેટલાક ક્રિકેટરોએ હાજરી આપી હતી. જેમાં જયદેવ ઉનડકટ મુખ્ય રીતે સામેલ હતો. ચેતન સાકરિયા ખૂબ જ ખુશ દેખાય છે. જયમાલાના સમારંભ દરમિયાન જ્યારે તેના મિત્રોએ તેને પોતાના ખભા પર ઊંચક્યો ત્યારે મેઘના પણ ઓછી નહોતી. તક મળતાં જ તેણીએ તેના જીવનસાથીના ગળામાં માળા પહેરાવી હતી. તે પરંપરાગત પોશાકમાં જાેવા મળે છે. જ્યારે ચેતન અને મેઘનાએ ગયા વર્ષે ૈંઁન્ ૨૦૨૪ની હરાજી પહેલા સગાઈ કરી હતી. જાેકે, આ પહેલા તેઓ એકબીજાને ડેટ કરતા હતા. તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો હતો, પરંતુ તેને ગત સિઝનમાં એક પણ મેચ રમવા મળી ન હતી. તેણે લખ્યું- હું તમારો છું. તે અવારનવાર મેઘનાની તસવીરો તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution