મુંબઇ-
રિલાયન્સ જીઓમાં મોટુ રોકાણ મેળવ્યા બાદ હવે મુકેશ અંબાણીએ પોતાની રિલાયન્સ રિટેલ કંપની માટે પણ ફંડ ભેગુ કરવાનુ શરુ કર્યુ છે.
રિલાયન્સ રિટેલને તેનો બીજો રોકાણકાર મળી ગયો છે.દુનિયાની દિગ્ગજ ટેક ઈન્વેસ્ટર કંપની સિલ્વર લેક પછી અમેરિકન કંપની કેકેઆર દ્વારા રિલાયન્સ રિટેલમાં 1.28 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.આ હિસ્સો અમેરિકન કંપની 5550 કરોડ રુપિયા આપીને ખરીદશે. કેકેઆરે રિલાયન્સ રિટેલમાં 4.21 લાખ કરોડ રુપિયાનુ વેલ્યુએશન હોવાના આધઆરે પોતાનુ રોકાણ કર્યુ છે.આ પહેલા કેકેઆર કંપની રિલાયન્સ જીઓમાં 11367 કરોડ રુપિયા રોકાણ કરી ચુકી છે.
રિલાયન્સ રિટેલના દેશમાં 12000 જેટલા સ્ટોર છે અને 64 કરોડ લોકો તેની મુલાકાત લે છે.રિલાયન્સ રિટેલ એવુ માળખુ ઉભુ કરવા માંગે છે જેમાં નાની કંપનીઓ, ઉદ્યોગો, ખેડૂતો એમ તમામને આવરી લઈને લોકોને સસ્તા ભાવે વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકાય અને તેની સામે લાખો લોકોને રોજગારી પણ મળી રહી છે.આ માટે નાના વેપારીઓના ડિજિટિલાઈઝેશનનો પ્રોજેક્ટ પણ કંપનીએ શરુ કર્યો છે.
રિલાયન્સ રિટેલમાં થયેલા નવા રોકાણનુ ચેરમેન મુકેશ અંબાણી સ્વાગત કર્યુ છે.જ્યારે કેકેઆરના કો ફાઉન્ડર હેનરી ક્રાવિસનુ કહેવુ છે કે, અમે રિલાયનસ સાથેના સબંધો વધારે મજબૂત કરવા જઈ રહ્યા છે.ભારતમાં રિલાયન્સ ભારતીય ગ્રાહકોની રેટેલ ખરીદીના અનુભવને બદલી રહી છે.