શિવાની રાજાએ હાથમાં શ્રીમદ્‌ ભગવત ગીતા સાથે શપથ લીધા


નવી દિલ્હી:બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ જંગી જીત મેળવી છે. ૧૪ વર્ષ સુધી વિપક્ષમાં બેસીને લેબર પાર્ટી ફરી સત્તામાં આવી છે. શિવાની રાજા આ ચૂંટણીમાં ઘણી ચર્ચામાં રહી હતી. શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી, આ સીટ પર લેબરના ૩૭ વર્ષના વર્ચસ્વનો અંત લાવ્યો. તે ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી રહી હતી. શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવત ગીતા હાથમાં લઈને શપથ લીધા છે.બ્રિટિશ સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ ઠ પર લખ્યું કે લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવું સન્માનની વાત છે. હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાનાં શપથ લેવા બદલ મને ગીતા પર ખરેખર ગર્વ છે.શિવાનીની જીત લેસ્ટર સિટીના તાજેતરના ઇતિહાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે, શિવાની રાજાએ ચૂંટણીમાં ૧૪,૫૨૬ મત મેળવ્યા હતા, જવાબદારી લઉં છું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution