રાજકોટ-
રાજકોટમાં સરેઆમ ખુની ખેલ ખેલાતા ચકચાર મચી ગઈ હતી. ગુનાગારોને જાણે કે કાયદો અને વ્યવસ્થા સાથે કંઈ લેવા દેવા જ નથી. સરાજાહેર ખુની ખેલમાં એક મહિલા સહિત બે જણાના જીવ ગયા છેજ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયું છે. રાજકોટ જંક્શન પ્લોટ વિસ્તારમાં જાહેરમાં બે લોકોની હત્યા કરી નાંખવામાં આવી છે. ફિલ્મી સ્ટાઈલથી મહિલા સહિત 2 વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ છે. અન્ય એક મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.