ખોખુંઃ નિર્જીવ છતાં જીવંત લાગણીઓનો ખજાનો

ખોખું શબ્દ આમ તો રોજિંદા જીવન સાથે સંકળાયેલો છે.ખોખું એક કામચલાઉ અને કટ્ઠિખ્તૈઙ્મી એટલે કે તકલાદી વાસણ કે પાત્ર છે.પરંતુ મીઠાઈ કે એ પ્રકારની ખાદ્ય સામગ્રી ભરવામાં ખૂબ ઉપયોગી છે.

ખોખું જાેઈને કોઈને વિચાર આવી શકે? આવે તો કેવા કેવા વિચાર આવે એના મનોમંથનમાંથી આ લેખ લખાયો છે. આમ તો ખોખું ર્નિજીવ છે છતાં એક અનોખી સંવેદના આ જાડા પુઠ્ઠાના ખોખા સાથે જાેડાયેલી છે. ક્યારેક બાળકો એકદમ નાના હોય ત્યારે દાદી કે માતાના ફાટેલા સાડલા કે ઓઢણીના કાપડના નાના ટુકડા ના બનાવેલા બાળોતિયા પહેરાવવામાં આવતા.પહોંચતા પરિવારો માદરપાટ જેવા જાડા સુતરાઉ કાપડમાંથી ત્રિકોણ આકારના લંગોટિયા સિવડાવતા. કદાચ પાછળથી તૈયાર પણ મળતા થયાં.

હવે તેમનું સ્થાન ડાયપરે લીધું છે. આમ તો આ મોંઘા પડે પણ ખૂબ સુવિધાજનક છે. દીકરીની દીકરી શૈવિ માટે આ મોડર્ન બાળોતિયા મંગાવ્યા જે ચિત્રમાં દેખાય છે એવા બે ખોખામાં આવ્યા અને મને આ ર્નિજીવ પાત્રો સાથે જાેડાયેલી સજીવ સંવેદનાની અનુભૂતિ થઈ.

 આમ તો ખોખાનો ઉપયોગ સુરક્ષિત અને સુવિધાજનક રીતે ચીજવસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે. એ વજનમાં હળવા પાત્ર તરીકે ખૂબ ઉપયોગી છે અને મોટેભાગે જાડા પૂંઠા એટલે કે એક વિશિષ્ઠ કાગળના બનેલા હોય છે. જાે કે હવે એના પર પ્લાસ્ટિક કોટીંગ ઇત્યાદિ દ્વારા તેમને જળપ્રતિરોધક અને આકર્ષક બનાવવામાં આવ્યા છે.

મને યાદ છે કે એક જમાનામાં ચા મોટેભાગે કલકત્તા કે પશ્ચિમ બંગાળથી આવતી.૨૦ કિલોગ્રામ કે એનાથી વધુ જથ્થામાં ચાના થેલાના સુરક્ષિત પરિવહન માટે એમને દેવદારના મજબૂત મોટા કદના ખોખાઓમાં પેક કરવામાં આવતા.

અમેરિકાની સ્વતંત્રતા માટેની આપણા જેવી લડત ઇતિહાસમાં સંક્ષિપ્તમાં ભણાવવામાં આવતી. એમાં એક જાણિતી ઘટના બોસ્ટન ટી પાર્ટીની છે. અમેરિકાના લોકો ક્યારેક ચાના ખૂબ શોખીન હતા. તે સમયે ચા બ્રિટનથી એમને ત્યાં આવતી. સ્વમાની અમેરિકનોએ આઝાદીના પ્રતિક રૂપે ચાનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. અને બોસ્ટન બંદરે જહાજમાં ભરેલા ચાના ખોખા દરિયામાં પધરાવી દીધા. આ પ્રકરણ બોસ્ટન ટી પાર્ટી તરીકે ભણવામાં આવતું અને એના પ્રતીક ચિત્રમાં દરિયો, દરિયામાં ઊભેલી સ્ટીમરમાંથી ચળવળકારો ચાના ખોખા દરિયામાં ફેંકી રહ્યા છે એવું બધું આવતું.આમ,ખોખા ઇતિહાસ સાથે જાેડાયેલા છે એવું કહી શકાય.

ક્યારેક ચા કે અન્ય માલસામાનના ખાલી થયેલા ખોખાઓનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગના ઘરોમાં ઘરવખરીના એક સાધન તરીકે થતો..!!

એક સમયે મારા વડીલ કાર્ય સાથીદાર રહેલા સ્વ.શનાભાઈ પટેલે ખોખા અંગે કહેલી એક રસપ્રદ વાત આજે પણ યાદ છે.

૧૯૬૯માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પછી વીજ ઉત્પાદન અને વીજ વિતરણ માટે ગુજરાત વિદ્યુત બોર્ડની રચના કરવામાં આવી. અને તેના કાર્યાલય માટે પાછળથી વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં લગભગ પાંચ માળનું આલીશાન વિદ્યુત ભવન બનાવવામાં આવ્યું.પરંતુ તે પહેલાં શહેરની કોઠી કચેરીમાં તેની પહેલી અને કામચલાઉ કચેરી મર્યાદિત રાચરચિલા અને કર્મચારીઓ સાથે કાર્યરત કરવામાં આવી હતી.શનાભાઈનું કહેવું હતું કે એ સમયે કર્મચારીઓને બેસવા માટે ખુરશીના વિકલ્પે આ દેવદારના મોટા ખોખાઓ ઉપયોગમાં લેવાયા હતાં...!!

જાે કે ગામઠી હોટેલો અને નાની નાની દુકાનોમાં માલિકના ગલ્લા અને ગ્રાહકો માટેની બેઠકો તરીકે આવા ખોખાનો ઉપયોગ મેં પણ જાેયો છે અને બેઠો પણ છું. અમારા ઘરમાં પણ ચાના ખોખાનો એવો ઉપયોગ થયો છે. ખોખું ઘણીવાર ડાઇનિંગ ટેબલ તરીકે વપરાયું છે.

એટલે આ ર્નિજીવ ખોખા ઘણાં બધાં પરિવારો માટે રાચરચિલાની ગરજ સારતા. કબાટના વિકલ્પે આવા ખોખાને દીવાલ સાથે જડી દઈને એનો કપડાં મૂકવા માટે, બાળકોના ચોપડા અને દફતરો મૂકવા માટે પણ વપરાશ થઈ શકતો. આમ, આ ખોખા ક્યારેક ગરીબોના ષ્ઠેॅર્હ્વટ્ઠઙ્ઘિ બનીને જરૂરી સુવિધા આપતાં.

આજે તો હવે આ ખોખાનું ઘણું આધુનિકીકરણ થયું છે. ભાત ભાતના મટીરીયલનો ઉપયોગ ખોખા કે કન્ટેનર બનાવવા માટે થાય છે. અને હજુ આજે પણ મજબૂત ખોખા ગરીબ ઘરોમાં ફર્નિચરની ખોટ પુરે જ છે. પસ્તી ઉપાડનાર કે કચરો એકત્ર કરનારા ખોખા હોંશે હોંશે લઈ જાય છે. અને ગામઠી બચપણમાં ઘણાએ એક શોખ તરીકે દીવાસળીની પેટી કે બાકસ(દીવાસળીના ખોખા)ની છાપો ભેગી કરવાનો શોખ પાળ્યો જ હશે.

આમ,જીવ વગરના આ ખોખાઓમાં માનવીય સંવેદના પણ ધબકે છે અને લાગણીભીના હૈયા એ અનુભવી શકે છે .....

આજની ભેળસેળઃ જાેયું નથી અને કહેવામાં ભલે કાળું પણ દેખાવે લોભામણું જ હશે એવા કાળા નાણાંના વિનિમય વ્યવહારોમાં લાખો અને કરોડોની લેવડ દેવડ માટે આ 'ખોખા’ શબ્દનો વિશિષ્ઠ વિનિયોગ થાય છે. એક ખોખામાં આ સોદો થયો એવું વાતચીતમાં બોલાય છે. એની તો તમને ખબર હશે જ!!

ખરેખર ખોખું ભલે ર્નિજીવ છે પરંતુ એની યાદો હંમેશા જીવંત રહે છે...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution