ખંભાળિયાઃ ખાડામાં ડૂબી જતા બે સગીરાના મોત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ

દ્વારકા-

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ખેતર પાસેના ઘાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. સોનારડી ગામ ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે કૌટુમ્બિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ખેતર નજીક આવેલ ખાડામાં કપડાં ધોતા સમયે બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી છે. મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution