ખાલિસ્તાની સમર્થક અમૃતપાલે લોકસભાના સાંસદ તરીકે શપથ લીધા

નવી દિલ્હી: ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે લોકસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. પંજાબના ખડૂર સાહિબથી લોકસભા સાંસદ અમૃતપાલને શપથ લેવડાવવા માટે આસામના ડિબ્રૂગઢ જિલ્લામાંથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. શપથ માટે સ્પેશિયલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અમૃતપાલ સિંહને આસામથી સીધા હવાઈ જહાજ દ્વારા નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જે બાદ લોકસભાના સભ્ય તરીકે સ્પીકર ઓમ બિરલાએ તેમને શપથ લેવડાવ્યા હતા.

લોકસભા સાંસદ તરીકે શપથ લેવા માટે કોર્ટે અમૃતપાલને ચાર દિવસના પેરોલ આપ્યા છે. પેરોલ માટે કોર્ટે સ્પેશિયલ નિયમો અને શરતો પણ રાખી છે. કોર્ટના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં રહેવા દરમ્યાન અમૃતપાલ સિંહનો પરિવાર અથવા તેમના સંબંધીઓ કોઈ પણ પ્રકારનું નિવેદન મીડિયામાં આપશે નહીં. આપને જણાવી દઈએ કે, સાંસદને ૨૩ એપ્રિલે અમૃતસરથી ધરપકડ કર્યા હતા. તો વળી અમૃતપાલના શપથ લીધા બાદ તેના પિતા તરસેમ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ખડૂર સાહિબના મતદારો અને દુનિયાભરમાં રહેતા પંજાબીઓ માટે ખુશીની વાત છે. પહેલા એ વાતને લઈને આશંકા હતી કે તે સાંસદ બનશે કે નહીં, પણ આજે આ શંકા પણ દૂર થઈ ગઈ છે. તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે.

લોકસભા ચૂંટણીમાં અમૃતપાલ સિંહે કોંગ્રેસ ઉમેદવાર કુલબીર સિંહ ઝીરાને હરાવીને અપક્ષ સાંસદ તરીકે ખડૂર સાહિબ સીટ ૧.૯૭ લાખ વોટથી જીત્યા હતા. આ સમયે અમૃતપાલ સિંહ પોતાના અન્ય સાથીઓ સાથે એક વર્ષથી વધારે સમયથી જેલમાં છે.

આ તમામની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરી હતી.

વારિસ પંજાબ દે પ્રમુખ અને હવે ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહને પાંચ જૂનથી ૯ જૂન સુધી પૈરોલ મળ્યા છે. જાે કે, આ દરમ્યાન તે પોતાના સંસદીય મત વિસ્તાર ખડૂર સાહિબ જઈ શકસે નહીં. સાંસદને દિલ્હીમાં જ રહેવું પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution