વડોદરા શહેરમાં પૂરઝડપે વાહનો હંકારીને અકસ્માતો સર્જવાની ઘટનાઓની વણઝાર જાેવા મળી રહી છે. વડોદરા પોલીસ ચોપડે નોંધાયેલા અકસ્માતની સંખ્યા ઉપર નજર કરીએ તો છેલ્લા ૬ મહિનામાં કુલ ૯૦ ફેટલ અકસ્માત નોંધાયા છે. ૬ મહિનામાં ૯૦ લોકોએ અક્સ્માતમાં જીવ ગુમાવ્યાં છે એટલે કે દર ૪ કલાકે એક વ્યક્તિ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યો છે. ગઈકાલે ફરી હરણી રોડ પર અજાણ્યાં ચાલકે પૂરઝડપે વાહન હંકારીને છાણી વિસ્તારમાં રહેતી ડિપ્લોમાં એન્જિનિયર દીકરીને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
હરણી રોડ પર થયેલાં અકસ્માતની ઘટનામાં છાણી વિસ્તારમાં રહેતા રમેશભાઇ બેચરભાઇ મકવાણાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આજ રોજ મારી દીકરી જાગૃતિ રમેશભાઇ મકવાણા (રહે, છાણી) ઘરેથી મારી મોટી દીકરી શઇવાનીના નામની એક્ટિવા લઈને નોકરી પર ગઈ હતી. નોકરી ઉપરથી સાંજના ૬ વાગે છૂટીને કંપનીની બસમાં બેસી વાઘોડિયા ચોકડી સુધી આવી હતી અને ત્યાંથી તેની એક્ટિવા લઇને ઘરે જવા માટે રૂટિન મુજબ નીકળી હતી.
તેઓએ આગળ જણાવ્યું હતું કે, સાંજના સમયે મેં મારાં ઘરેથી પોન કરીને પૂછ્યું ત્યારે દીકરી જાગૃતિએ કહ્યું કે, હું વાઘોડિયા ચોકડી આવી ગઈ છું અને એક્ટિવા લઇને ઘરે આવવા નીકળી ગઈ છું. ત્યારબાદ મારી મોટી સાળાવેલી નામે વૈશાલીબેનનો મારા ઉપર ફોન આવેલ અને જાગૃતિને ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડી વચ્ચે અમદાવાદથી સુરત તરફ જતાં રોડ ઉપર અકસ્માત થયો છે. તે વાતની જાણ થતાં હું મારા બીજા સંબંધીઓ સાથે એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં સાળા રજનીકાંતભાઇથી મને જાણવા મળ્યું કે મારી દીકરી જાગૃતિને કોઇ અજાણ્યા વાહ ચાલકે અડફેટે લેતાં તેના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર મોત નીપજયું છે.
માતા દીકરીની ૧૫ મિનિટની રાહ જાેતી રહી
દીકરી કંપનીમાથી છુટીને કંપનીમાં બેસીને વાઘોડિયા ચોકડી પર આવી હતી તે સમયે દિકરીએ માતાને જણાવ્યું હતુ કે મમ્મી હું ૧૫ મીનીટમાં ઘરે આવુ છુ વાઘોડિયા ચોકડી સુધી આવી ગઇ છું. માતા તે ૧૫ મીનીટની રહા જાેઇ રહી છે પરંતુ દિકરી પાછી આવી નથી.
પપ્પાનો એક દિવસ સાયો હટ્યો અને દીકરીને યમરાજ લઇ ગયો
જાગૃતિ મકવાણા અને તેના પિતા રમેશભાઇ મકવાણા બંન્ને એક જ કંપનીના બે અલગ અલગ ગૃપોમાં કામ કરે છે. પિતા અને દિકરી બંન્ને રોજે રોજ સાથે કંપનીમાં જતા અને આવતા હતા, પરંતુ પિતાની તબીયત ગઇકાલે સારી ન હોવાથી પિતાને દિકરીએ રજા પડાવી હતી અને દિકરી એકલી ગાડી લઇને વાઘોડિયા ચોકડી સુધીગઇ હતીં. ત્યારબાદ ત્યાંથી કંપનીની બસમાં કંપનીમાં ગઇ હતી. સાંજના સમયે પરંત તે વાઘોડિયા ચોકડી સુધી આવી હતી અને ઘરે પરત જતા સમયે તેનુ અક્સ્માત થતા તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું.
પિતા -પુત્રી એક જ કંપનીમાં નોકરી કરતા હતા
પિતા અને દિકરી બંન્ને એક જ કંપનીના અલગ અલગ ગૃપમાં નોકરી કરે છે પિતા ડ્રાફ્ટ મેકેનીકલ તરીકે વાઘોડિયાની કાઇઝન સ્વિચ ગીયર નામની કંપનીમાં ફરજ બજાવે છે જયારે દિકરી જાગૃતિ ડિપ્લોમાં ઇલે. એન્જીનીયર તરીકે અભ્યાસ કરેલો છે જેથી તે ઇલેક્ટ્રીક કંટ્રોલ એન્ડ સીસ્ટમ કંપનીમાં ફરજ બજાવે છે.
પાદરામાં ટ્રકે ટક્કર મારતા આધેડનું મોત
વડોદરના પાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. જેમા ટ્રકચાલકની બેદરકારીના કારણે ૫૦ વર્ષીય કૌશિક લક્ષ્મણરાવ ભુસાળનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું. મૃતક વ્યક્તિ વડોદરા શહેરના સોમાતળાવ પાસે આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સી પાસે રૂદ્રાક્ષ હાઇટમાં રહેતો હતો. આ ઘટનાને અંજામ આપનાર ટ્રક ચાલકને વડુ પોલીસે ગણતરીના કલાકમોમાં ઝડપી પાડી વધઉ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમા ૫૦ વર્ષે કૌશિકભાઇ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં તે સમયે એકાએક ટ્રક તેઓની ઉપર આવી જાય છે અને તેઓ અચાનક નીચે પટકાઇ પડે છે. જયાં ટ્રકના આગળના ટાયરના પૈડા ફરી વળે છે અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજે છે. આબનાવ બાદ આરોપી ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઇ જાય છે. આ સમગ્ર બનાવીને લઇ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વડુ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજાે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત નોતરનાર ફરાર ટ્રક ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
મિ. પોલીસ કમિશનર, ટ્રાફિક વિભાગની ઉદાસીનતા કયાં સુધી લોકોનો ભોગ લેશે?
પોલીસ કમિશનરના જાહેરનામાંને ભારદારી વાહનો પોલીસ કર્મચારીઓની રહેમનજર હેઠળ કચળી રહ્યા છે. ભારદારી વાહનો પોલીસ કમિશનરના જાહેરનામાં ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરીને નિર્દોષ રાહદારીઓને તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાંને કચડી રહ્યા છે. છતા પણ પોલીસ મુક પ્રેક્ષકની જેમ તમાશો જાેઇ રહ્યા હોય તેમ ભારદારી વાહનો એક બાદ એક વડોદરા શહેરમાં અકસ્માત કરી રહ્યા છે. તેવામાં આજ રોજ મોડી સાંજે સમા છાણી કેનાલ રોડ પર એક ડમ્પર ચાલકે એક માસૂમનો જીવ લીધો હતો . આ માસૂમ બાળક પોતાની બાઇક લઇને ત્યાંથી પસાર થતો હતો તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. અકસ્માત થતાની સાથે જ લોકોટોળા પણ એકત્રીત થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ પોલીસને કરાતા સમા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતીં.
કમભાગી ઘટનાઓ
૦૭-૦૮-૨૦૨૩નો બનાવ ઃ જલારામનગરના બ્રિજેશકુમાર કુશવાહની ચાર વર્ષની દિકરી નેન્સી ઘર આંગણી રમતી હતી. તે સમયે ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે મારી ચાર વર્ષની દીકરી નેન્સીને ટક્કર મારી છે અને દીકરી નેન્સીના ડાબા હાથ પરથી કચરાની ગાડીનું ટાયર ફરી વળ્યું હતું જેમાં તેનું મોત નીપજયુ હતું.
૧૩-૦૮-૨૦૨૪નો બનાવ ઃ કારેલીબાગમાં શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની એક્ટીવાને આઇસર ટેમ્પાએ ટકકર મારી હતી. જેમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય, કેયા પટેલનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતું.
૦૯-૦૯-૨૦૨૪નો બનાવ ઃ નીલાંબર સર્કલ પાસે પ્રિયા શ્રીમાળી નામની યુવતી પોતાની નાની દીકરીને લઇને ઉભી હતી. પુરપાટ ઝડપે ડમ્પર ચાલકે મહિલા અને તેની દિકરીને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
૦૪-૧૨-૨૦૨૪નો બનાવ ઃ ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર જયંત રાઠવા સોમાતળાવ ખાતે મિત્ર સાથે ઝેરોક્ષ કઢાવવા માટે ગયો હતો. તે સમયે સોમાતળાવ રોડ પરથી કૃત્રિમ તળાવવાળા રોડ પરથી કોનસ્ટેબલનો પુત્ર જયંત અને તેનો મિત્ર જતા હતા તે સમયે ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું.
૦૭-૧૨-૨૦૨૪નો બનાવઃ છાણીમાં આવેલા અભયનગર સોસાયટીમાં ચાર વર્ષના દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો તે સમયે કચરાની ગાડીના ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો હતો. દેવાંશને ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.
Loading ...