લોકસત્તા વિશેષ, તા.૩
કોર્પોરેશનમાં થતા કરોડો રૃપિયાના ટેન્ડરના કામમાં ભ્રષ્ટાચારના ખેલની વાત નવી નથી પરંતુ પ્રજાના પરસેવાની કમાઈથી ભરાતા વેરાના રૃપિયાને આંખો બંધ કરી ભ્રષ્ટાચારીઓને ધરી દેવાના વર્ષોથી ચાલતા આવતા ખેલને અટકાવવામાં આ વખતના શાસકો પ્રયત્ન કરશે કે કેમ તેને લઈને અટકળો વહેતી થઈ છે. શહેરના કાચા રસ્તાને પાકા કરવા માટેના ઝોનલ કક્ષાએથી બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ખાયકીનો પાક્કો ખેલ ખેલાયાનું સામે આવ્યું છે. આ ટેન્ડરમાં પડતર કિંમત કરતા ઓછી કિંમતે એટલેકે કોર્પોરેશનના સ્ટાન્ડર્ટ રેટથી ૪૦થી ૪૯ ટકા સુધી ઓછી કિંમતે કામ કરવા માટે ૪ જુદા જુદા ઝોનના કોન્ટ્રાકટરોએ ટેન્ડર ભર્યું છે. ત્યારે આ કિંમતો વાસ્તવિક રીતે શક્ય છે કે કેમ તેનું રેટ એનાલીસીસ કર્યા વગર વધુ એક દરખાસ્ત કોર્પોરેશન વહીવટી તંત્રએ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી છે.
લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કોર્પોરેશન દ્વારા દર વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારના કાચા રસ્તા પાકા કરવા માટે ઝોન કક્ષાએથી ટેન્ડર મંગાવવામાં આવે છે. આ કામગીરીમાં કાચા રસ્તા પાકા કર્યા બાદ ઝોનલ કક્ષાના કાર્પેટીંગના ટેન્ડર મુજબ તેના પર કાર્પેટ કરવામાં આવે છે. જે કાર્યવાહી મુજબ આ વર્ષે પણ ઝોનલ કક્ષાએ કામગીરી કરવાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ભાવ ભરનાર કોન્ટ્રાકટરોએ ૪૦ ટકાથી ૪૯ ટકા ડાઉનમાં ટેન્ડર ભર્યા છે.એટલેકે કોર્પોરેશનના એસ.ઓ.આર. કે જે એક સ્ટાન્ડર્ડ રેટ હોય છે તેનાથી લગભગ અડધી કિંમતે કામ કરવા તૈયાર થયા છે. ત્યારે આ ભાવ આવાસ્તવિક હોવા છતાં એક પણ અધિકારી, સીટી એન્જીન્યર કે કમિશનરે તેની નોંધ લેવાની કે તેની સામે શંકા કરવાની સુધ્ધાં તસ્દી લીધી નથી. એટલું જ નહીં આવી અવાસ્તવિક ભાવ સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ પણ કરી દેવામાં આવી છે. જે પ્રજાની પરસેવાની કમાઈથી ભરવામાં આવતા વેરાના રૃપિયા સીધે સીધા કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓને પધરાવી દેવાનો કારસો હોવાનું સ્પષ્ટ કરે છે.
યુનિટ રેટના બદલે ૪ ઝોનના ૪ જુદા જુદા ભાવ?
સામાન્ય રીતે ઝોનલ કક્ષાએથી થતી ટેન્ડરની અને કામગીરીમાં જે રેટ નક્કી કરવામાં આવે છે તે યુનિટ રેટ હોય છે. એટલે કે ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન જે ઝોનમાં સૌથી ઓછા ભાવ આવે તે પ્રમાણે તમામ ઝોનના કોન્ટ્રાકટરોને ભાવ નક્કી કરવા જણાવવામાં આવતું હોય છે. આ ભાવ યુનિટ રેટ તરીકે ગણી સમગ્ર શહેરમાં એક જ કિંમતે કામગીરી થાય તે જાેવાતું હોય છે. પરંતુ કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત ચાર ઝોનનો યુનિટ રેટ નક્કી કરવાના બદલે તમામ ઝોનના ટેન્ડર જુદી જુદી કિંમતે આવ્યા છે. જે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે.
કાગળ પર થતી વેટ મિક્ષની કામગીરી
કાચા પાકા રસ્તાના ટેન્ડરમાં વેટ મીક્ષ ક્વોરી મટીરીયલની કામગીરીના ભાવ પણ સમાવેશ કરાયા છે. કોર્પોરેશનના એસ.ઓ.આર. પ્રમાણે તેની કિંમત ૧૫૨૧ રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે. જેમાં વેટ મીક્ષ મટીરીયલ તેનું વોટરીંગ અને રોલીંગનો સમાવેશ થાય છે. ત્યારે બજારમાં ૮૪૬ રૂપિયા ઘન મીટર મળતા લુઝ વેટ મીક્ષમાં વોટરીંગ અને રોલીંગ કરવાથી ૪૦ ટકા વધુ માલ વપરાશ થાય છે. તે મુજબ પ્રતિ ઘન મીટર તેની કિંમત આશરે ૧૧૯૦ રૂપિયા પડે છે. જેમાં મજુરી અને રોલીંગનો ખર્ચ સમાવેશ કરવામાં આવે તો આ ખર્ચ પ્રતિ ઘન મીટર ૧૨૯૦ રૂપિયા થાય છે. જેમાં ૧૫ ટકા નફો, ૧૨ ટકા જીએસટી, ૨ ટકા ઈન્કમ ટેક્ષ, ૧ ટકા શેષ અને ૧ ટકા ટેસ્ટીંગ ખર્ચનો સમાવેશ થાય તો તેની પ્રતિ ઘન મીટર પડતર કિંમત જ ૧૭૨૫ રૂપિયા પડે છે. ત્યારે આટલા ઓછા ભાવે આવતા ટેન્ડર પાછળ વેટ મીક્ષની કામગીરીની ફાઈલો માત્ર કાગળ પર જ ચાલતી હોવાનું કહેવાય છે.
છેલ્લાં ૧૫ વર્ષમાં રૂપિયા ૫૦૦ કરોડનું કૌભાંડ
કોર્પોરેશનમાં ઝોનલ કક્ષાએ થતી જુદી જુદી કામગીરીના વાર્ષિક ઈજારામાં જંગી કૌભાંડ ચાલતું હોવાની બુમ ઉઠી છે. આ કૌભાંડમાં કોર્પોરેશનના કેટલાક ખઈ બદેલા અધિકારીઓ અને રાજકીય નેતાઓની સીધી ભાગબટાઈ હોય છે. ત્યારે ડ્રેનેજ, વરસાદી ગટર, સ્ટ્રીટ લાઈટ, કાચા-પાકા રસ્તા, રીકાર્પેટીંગ, પથ્થર પેવીંગ, કર્બીંગ અને ચરી પુરાણ જેવા કામોમાં મોટાભાગે કાગળ પર ચાલતી કામગીરીમાં મોટા ગોટાળા કરાય છે. એક અંદાજ મુજબ છેલ્લા ૧૫ વર્ષમાં આવી કામગીરી પાછળ રૃપિયા ૫૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
કોન્ટ્રાકટરનો સિટી એન્જિનિયરને જવાબ સેવા કરવા ઓછા ભાવ ભર્યા!
કાચા રસ્તા પાકા કરવાના ઝોનલ કક્ષાના ટેન્ડરની પ્રક્રિયા દરમ્યાન સીટી એન્જીન્યર શૈલેષ મિસ્ત્રી દ્વારા દક્ષિણ ઝોનના સૌથી ઓછા ભાવ મુજબ કામ કરવા માટે યુનિટ રેટ નક્કી કરવા તમામ કોન્ટ્રાકટરોને વારાફરતી ભાવ ઘટાડા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં એક માત્ર પૂર્વ ઝોનના કોન્ટ્રાકટરે લગભગ ૧૦ ટકાનો ભાવ ઘટાડો કર્યો હતો. આ પ્રક્રિયા દરમ્યાન એક કોન્ટ્રાકટરને પુછવામાં આવ્યું હતુંકે આટલી ઓછી કિંમતે કામ કેવી રીતે કરશો ત્યારે આ કોન્ટ્રાકટરે સીટી એન્જીનિયરને રાજકીય નેતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી કોર્પોરેશનમાંથી ખુબ કમાણી કરી છે એટલે હવે સેવા કરવી છે. આ જવાબ સાંભળી ત્યાં હાજર અધિકારીઓ પણ અચરજ પામી ગયા હતા. ઉલ્લેખનીય છેકે આ કોન્ટ્રાકટરને જાે સેવા જ કરવી હોય તો પછી મફતમાં કેમ કામ કરતા નથી તે પણ મોટો સવાલ છે.
આ રહ્યું રેટ એનાલિસીસ ઃ ખોટ ખાઈ કામ કેવી રીતે થાય?
કાચા પાકા રસ્તાની કામગીરીમાં જુદી જુદી ૨૫ કામગીરીનો સમાવેશ થાય છે. પરંતુ કોર્પોરેશનના વિશ્વાસપાત્ર સુત્રોના જણાવ્યા અનુસાર ૯૯ ટકા કિસ્સામાં માત્ર માટી ખોદાણ, માટી કાર્ટીંગ,૧૫ અને ૧૧ સેન્ટીમીટર મેટલ પુરાણ, ૧૦ સેન્ટીમીટર મેટલ ગ્રાઉટીંગની કામગીરી જ થાય છે. જે કુલ કિંમતના ૯૦ ટકા હિસ્સો પણ ધરાવે છે. ત્યારે આ કામગીરીનો કોર્પોરેશનનો રેટ શું છે અને તેની બજાર કિંમત અને પડતર શું છે તેની ગણતરી અહી દર્શાવી છે. ત્યારે પડતર કિંમત કરતા ઓછી કિંમતે કામ કેવી રીતે થાય તે સમજાય તેમ નથી.
• આઈટમ ઃ ૧૫ સે.મી. અને ૧૧ સે.મી.ની જાડાઈમાં બે જુદા જુદા લેયરમાં ૪૫ એમ.એમ.થી ૯૦ એમ.એમ. સુધીના મશીન કટ મેટલ પાથરી તેના પર રેતી પાથરી પાણી છાંટી રોલીંગ કરવાની કામગીરી
એસ.ઓ.આર -
પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૪૯૮
૧ ચો.મી.માં મેટલનો વપરાશ
૦.૨૬ ધન મીટર
મેટલની બજાર કિંમત
૯૫૧ રૂપિયા પ્રતિ ઘન મીટર
એક ચોરસ મીટરમાં રેતીનો વપરાશ
૦.૦૫ ઘન મીટર
રેતીની બજાર કિંમત
૭૭૫ રૂપિયા પ્રતિ ઘન મીટર
વિગત કિંમત રૂપિયા
મેટલ ૨૪૭.૪૫
મેટલ ૨૦ ટકા કોમ્પેક્શન ૫૦.૦૦
રોલર અને પાથરવાની મજુરી ૨૬.૦૦
રેતી ૪૦.૦૦
૧૫ ટકા નફો ૫૪.૫૧
નફા સાથે પડતર કિંમત ૪૧૭.૯૬
૧૨ ટકા જીએસટી ૫૦.૧૫
૨ ટકા ઈન્કમ ટેક્ષ ૮.૩૬
૧ ટકા શેષ ૪.૧૮
૧ ટકા મટીરીયલ ટેસ્ટીંગ ૪.૧૮
કુલ પડતર કિંમત પ્રતિ ચો.મી. ૪૮૪.૮૩
એસ.ઓ.આર -
પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૩૪૨.૩૪
૧ ચો.મી.માં મેટલનો વપરાશ
૦.૨૬ ધન મીટર
મેટલની બજાર કિંમત
૯૫૧ રૂપિયા પ્રતિ ઘન મીટર
ડામરની કિંમત
૪૮ રૂા. પ્રતિ કિલો
ડામરનો વપરાશ
૩.૫૦ કિલો પ્રતિ ચોરસ મીટર
ગ્રીટની કિંમત
૭૧૯ રૂપિયા પ્રતિ ઘનમીટર
ગ્રીટની વપરાશ
૧.૩૦ ઘનમીટર પ્રતિ ૧૦૦ ચો.મી.
વિગત કિંમત રૂપિયા
મેટલ ૯૫.૦૦
મેટલ ૨૦ ટકા કોમ્પેક્શન ૧૯.૦૦
રોલર અને પાથરવાની મજુરી ૩૦.૦૦
ડામર ૧૬૮.૦૦
ગ્રીટ ૧૦.૦૦
૧૫ ટકા નફો ૪૮.૩૦
નફા સાથે પડતર કિંમત ૩૭૦.૩૦
૧૨ ટકા જીએસટી ૪૪.૪૪
૨ ટકા ઈન્કમ ટેક્ષ ૮.૨૯
૧ ટકા શેષ ૪.૧૫
૧ ટકા મટીરીયલ ટેસ્ટીંગ ૪.૧૫
કુલ પડતર કિંમત પ્રતિ ચો.મી. ૪૩૧.૩૩
• આઈટમ ઃ ૫ સે.મી. અને ૫ સે.મી.ની જાડાઈમાં બે જુદા જુદા લેયરમાં ૨૨ એમ.એમ.થી ૫૩ એમ.એમ. સુધીના મશીન કટ મેટલ પાથરી તેના દરેક લેયર બાદ ૩.૫૦ કિલો પ્રતિ ચોરસ મીટર ડામર છંટકાવ કરી ગ્રીટ પાથરી રોલીંગ કરવાની કામગીરી
Loading ...