વડોદરા-
વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કેયુરભાઈ રોકડીયાની પસંદગી કરાઈ છે, જ્યારે વોર્ડ નંબર 14ના વિજેતા ઉમેદવાર નંદાબેન જોશી પર નાયબ મેયર તરીકેની પસંદગીનો કળશ ઢોળાયો છે. વોર્ડ નંબર 5ના ઉમેદવાર રહેલા ડો. હિતેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે જ્યારે વોર્ડ નંબર 19ના અલ્પેશભાઈ લીંબચીયા ગૃહમાં પક્ષના નેતા તરીકેનો કાર્યભાર સંભાળશે. દંડક તરીકે વોર્ડ નંબર 11ના ચિરાગભાઈ બારોટને પસંદ કરાયા છે.