લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કેરળ કોંગ્રેસના સાંસદ કે સુરેશને નિયુક્ત કરાશે


નવી દિલ્હી:દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર બન્યા બાદ હવે લોકસભા અધ્યક્ષપદને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ અંગે એનડીએના ઘટક પક્ષોમાં મતભેદ છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભા સ્પીકરની ચૂંટણી પહેલા કોંગ્રેસના કે સુરેશને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવશે,

જેઓ સાંસદોને શપથ લેવડાવશે. ચાલો જાણીએ કે કોંગ્રેસના સાંસદ કે સુરેશ કોડીકુન્નીલ સુરેશ એટલે કે કે સુરેશ કેરળની માવેલિકારા લોકસભા સીટના સાંસદ છે. તેઓ ૧૯૮૯થી આ સીટ સંભાળી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ૭ વખત સાંસદ બન્યા છે. તેમજ કે સુરેશ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી કોંગ્રેસ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. વર્ષ ૨૦૧૮માં તેમને કેરળ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ છૈંઝ્રઝ્રના સચિવ પણ રહી ચૂક્યા છે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં માવેલિકારા લોકસભા સીટ પર કોંગ્રેસ અને ઝ્રઁૈં વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળી હતી. કોંગ્રેસના કે સુરેશે સીપીઆઈના ઉમેદવાર અરુણ કુમારને ૧૦૮૬૮ મતોના માર્જિનથી હરાવ્યા હતા.

સુરેશને ૩૬૯૫૧૬ વોટ મળ્યા, જ્યારે અરુણ કુમારને ૩૫૮૬૪૮ વોટ મળ્યા સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ સાંસદ કે સુરેશને લોકસભા સ્પીકરની ચૂંટણી સુધી કામચલાઉ સ્પીકર બનાવવામાં આવશે. ૨૪ જૂને સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૬૮ વર્ષીય સાંસદ સુરેશને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. આ પછી સુરેશ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ

લેવડાવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution