કેજરીવાલનુ મોટુ એલાન, દિલ્હીની જનતાને ફ્રિમાં મળશે કોરોના રસી

દિલ્હી-

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે કોરોના રસીને દેશભરના લોકોને મફત આપે. કેજરીવાલે દિલ્હીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો કેન્દ્ર સરકાર અહીંના લોકોને મફત રસી પૂરી નહીં ઉપલ્ધ કરાવે તો, તો દિલ્હી સરકાર તેમના ખર્ચ પર દિલ્હીની લોકોને મફત રસી પૂરી પાડશે.

સીએમ કેજરીવાલ હંમેશાં કોરોના રસી મફત મળે તેવી માંગ કરી રહ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે બુધવારે પોતાની માંગને દોહરાવી હતી, "કેન્દ્ર સરકારને અપીલ કરી કે આપણો દેશ ખૂબ જ ગરીબ છે અને આ રોગચાળો 100 વર્ષમાં પહેલીવાર આવ્યો છે. ઘણા લોકો એવા છે જે સંભવી શકે નહીં. કેન્દ્રને મારી અપીલ હતી કે આ રસી દેશભરમાં વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવી જોઈએ અમે કેન્દ્ર સરકાર શું કરે છે તે જોવું જો કેન્દ્ર સરકાર નિ:શુલ્ક રસી પૂરી પાડતી નથી તો જરૂર પડે તો તે દિલ્હીના લોકોને વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution