સુપ્રીમ કોર્ટમાંથી કેજરીવાલને રાહત મળી નહીંઃઆગામી સુનાવણી ૨૩મીએ થશે

નવીદિલ્હી:સુપ્રીમ કોર્ટે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે બુધવારે તેને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેંચે કેજરીવાલની ધરપકડ જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈની અરજી પર તપાસ એજન્સીને નોટિસ જારી કરી હતી. બેન્ચે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે અમે કોઈ વચગાળાના જામીન આપી રહ્યાં નથી. અમે નોટિસ જારી કરીશું. આ મામલે આગામી સુનાવણી ૨૩ ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં, સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી કોઈ પણ કોર્ટમાં હાજર નહોતું. હકીકતમાં, કેજરીવાલે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ જાળવી રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા વચગાળાના જામીનની માંગ કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution