આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્ટ્રકશન કર્યું ઃ હત્યામાં વપરાયેલું ચાકૂ કબજે કર્યું

વડોદરા

અટલાદરા વિસ્તારમાં ચાણક્યનગરી વુડાના મકાનમાં રહેતી ૧૯ વર્ષીય શર્મિષ્ઠા મહેન્દ્ર ઠાકોરે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘અમારા પાડોશમાં વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહીતનું શુક્રવારે લગ્ન આગલા દિવસની રાત્રે તેના ઘર પાસે ગરબા ચાલતા હતા જેથી હું તેમજ મારી માતા અને ભાઈ ગરબા જાેવા ઉભા હતા.

આ દરમિયાન સાડા દસ વાગે પ્રકાશ રોહીતનો નાનો ભાઈ અજય ચાલુ ગરબામાંથી અચાનક અમારી તરફ આવ્યોહ તો અને ભાઈને જણાવ્યું હતું કે ધુળેટીના દિવસે મારા ભાઈને કારવાળા સાથે અકસ્માત થયેલો ત્યારે કારવાળાનું ઉપરાણુ લઈને મારાભાઈ સાથે તે અને તારા કાકાના છોકરાઓએ કેમ ઝઘડો કરેલો ? તું અહીયો દાદા થઈ ગયો છે, તારી દાદાગીરી વધતી જાય છે, તારા જેટલા માણસો હોય તેટલા માણસો બોલાવી લે, આજે તને છોડીશું નહી તેમ કહીને બોલાચાલી કરી હતી. આ દરમિયાન અજયની માતા હંસાબેન પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેણે પવનના ગાલ પર લાફો ઝીંકી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મારા ભાઈ પવનને હંસાબેન અને પ્રકાશે પકડી રાખતા અજયે ચાકુ વડે મારા ભાઈને પાછળથી ડાભા ખભા પર તેમજ ગળા, બરડા અને માથાના ભાગે ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા જેમાં મારો ભાઈ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. આ ફરિયાદના પગલે પોલીસે પ્રકાશ રોહીત તેમજ તેની માતા હંસાબેન અને ભાઈ અજય સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે આજ રોજ વરરાજાના ભાઇ અજયને સાથે રાખીને હત્યાના સ્થળે લઇ જઇ રીકન્ટ્રકશન કર્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution