મુંબઇ
દીપિકા પાદુકોણ પોતાના અભિનયને પગલે ભારત જ નહીં વિશ્વભરમાં જાણીતી છે. તેણે અનેક વખત પોતાની કલા અને આવડત દ્વારા ભારતન વિશ્વપટલ ઉપર નામના અપાવી છે. તાજેતરમાં પણ દીપિકાના નામે કંઈક આવી જ પ્રસિદ્ધિ આવી છે. તાજેતરમાં જ એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક કેમ્પેનમાં દીપિકા જોવા મળી હતી. દીપિકા પાદુકોણની સિગ્નેચર સ્માઈલને વિશ્વફલક ઉપર સ્થાન મળ્યું છે. એથેન્સ એરપોર્ટ ઉપર ધ ઓથેન્ટિક સ્માઈલ ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડમાં દીપિકાની સિગ્નેચર સ્માઈલને સ્થાન આપવામાં આવ્યું છે.
દીપિકાના ચાહકો માટે આ આનંદની લાગણી છે કે હવે દીપિકા એથેન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તાજેતરમાં જ દીપિકાના ગ્રે માર્બલના બસ્ટ સ્કલ્પચરને ઈન્ડિયન લૂકમાં મૂકવામાં આવ્યું હતું. અન્ય વિદેશી જાણીતી હસ્તીઓની સાથે હવે દીપિકાની પ્રતિમા પણ કોરોનાકાળ પછી પહેલી વખત કાર્યરત થયેલા એથેન્સ એરપોર્ટ ઉપર કલાના ચાહકોને આવકારશે.