ફેંગશુઈમાં ઘરની પોઝિટિવિટી વધારવા અને નેગેટિવ ઊર્જાથી બચવાની ટિપ્સ જણાવવામાં આવી છે. વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવા માટે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાની પરંપરા છે.ગિફ્ટમાં મળેલી મૂર્તિ વધારે શુભ માનવામાં આવે છે. કોશિશ કરો કે, લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડા ઊંચા સ્થાને રાખો. સમયે-સમયે મૂર્તિની સાફ-સફાઈ કરતાં રહેવું જોઇએ. ધનની પોટલીવાળા લાફિંગ બુદ્ધા ઓફિસમાં રાખવા જોઇએ.
જો વેપાર યોગ્ય ચાલતો ન હોય તો દુકાનમાં બે હાથ ઉપર રાખેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઇએ.સૂતેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના સાથે રાખવામાં આવે છે.
સંતાનના સુખની કામનાથી બાળકો સાથે બેઠેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખો.જો ઘરનું વાતાવરણ અશાંત હોય તો ધ્યાનમાં બેઠેલાં લાફિંગ બુદ્ધા રાખવાથી પોઝિટિવ ફળ મળી શકે છે.