કેબીસી ૧૬ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે

કૌન બનેગા કરોડપતિની ૧૫મી સિઝનના અંતિમ એપિસોડમાં અમિતાભ બચ્ચને એવી રીતે વિદાય લીધી હતી, જાણે દર્શકોને લાગ્યું હતું કે હવે અમિતાભ બચ્ચન અને કેબીસીને એકસાથે જાેઈ શકાશે નહીં. પરંતુ લોકચાહના અને લોકલાગણીને માન આપીને ફરી તેની ૧૬મી સિઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે પણ લોકોને લાગેલું કે આટલું ઝડપી નવી સીઝન નહીં આવે. સરપ્રાઈઝની આ પરંપરાને કેબીસીના નવા પ્રોમોએ આગળ વધારી છે. પ્રોમોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૬મી સિઝનની તારીખ જાહેર થઈ છે. ૧૨ ઓગસ્ટથી નવી સિઝનને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. આ વખતની સીઝન વધુ થ્રિંલિંગ અને પ્રતિસ્પર્ધીઓ માટે વધુ જીવન બદલવાની વધુ તક આપનારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેની ટૅગ લાઇન આપવામાં આવી છે કે,“ઝિંદગી હે, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા!” જે સૂચવે છે કે આ વખતે વધારે સંખ્યામાં અને વધારે પ્રકારના પ્રશ્નો હશે, જેના જવાબો આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution