દિલ્હી-
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનાર કર્ણાટક દેશનું પહેલું રાજ્ય બનશે, એમ નાયબ મુખ્ય પ્રધાન ડૉ. સી. એન. અશ્ર્વથ નારાયણે સોમવારે કહ્યું હતું.
નવી શિક્ષણ નીતિનો અમલ કરવા કાયદા તેમ જ વહીવટી સ્તરે જરૂરી સુધારા કરવા માટે સરકાર તમામ તૈયારી કરી રહી હોવાનું તેમણે કહ્યુ હતું.
‘હાઈલાઈટ્સ ઑફ ધ નેશનલ ઍજ્યુકેશન પૉલીસી ઍન્ડ ઈટ્સ ઈમ્પલિમેન્ટેશન’ અંગેના પાંચ દિવસના ઑનલાઈન વર્કશોપનું ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યુ હતું કે નવી શિક્ષણ નીતિનો અમલ કરનાર કર્ણાટક દેશનું પહેલું રાજ્ય બનશે. બેંગલોર યુનિવર્સિટી દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ચોક્કસ લક્ષ્યો અને સ્પષ્ટ એજન્ડા સાથે રાજ્ય નવી શિક્ષણ નીતિના અમલની દિશામાં આગળ વધી રહ્યું છે, એમ તેમણે કહ્યુ હતું.
નવી શિક્ષણ નીતિનો તબક્કાવાર અમલ થઈ શકે તે માટે ઉચ્ચ સ્તરીય સમિતિએ અનેક સૂચનો પણ કર્યા છે, એમ તેમણે કહ્યુ હતું. નવી શિક્ષણ નીતિને કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળશે, એમ તેમણે કહ્યુ હતું.