કર્ણાટક ભાજપના નેતા મણિકાંત રાઠોડની ચોખા ચોરી કેસમાં ધરપકડ


 બેંગલુરૂ:કર્ણાટક ભાજપના નેતા મણિકાંત રાઠોડની ચોખા ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલો કર્ણાટક સરકારની અન્ના ભાગ્ય યોજના સાથે જાેડાયેલો છે. પોલીસે બીજેપી નેતાની કલાબુર્ગી શાહપુર સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.

પોલીસે અગાઉ મણિકાંત ટાગોરને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા, પરંતુ ભાજપના નેતા પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. મણિકાંતની ૬૦૭૭ ક્વિન્ટલ ચોખાની ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચોરાયેલા ચોખાની કિંમત ૨ કરોડથી વધુ હતી. આ ચોખા યાદગીર જિલ્લાના સરકારી વેરહાઉસમાંથી ગુમ થઈ ગયા હતા. રાઠોડ વર્ષ ૨૦૨૩માં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે સામે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જાેકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અન્ના ભાગ્ય યોજના હેઠળ, કર્ણાટક સરકાર દરેક ગરીબ પરિવારને દર મહિને ૧૦ કિલો મફત અનાજ આપે છે. મણિકાંત રાઠોડની સામે ૪૦ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution