કરજણના કંબોલા ગામે હડકાયા કૂતરાએ ૧૦ જણાને બચકાં ભર્યાં

કરજણ તાલુકાના કંબોલા ગામે હડકાયા કૂતરાંએ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લગભગ આઠથી દસ લોકોને બચકાં ભરી લેતા હહાકાર મચી ગયો હતો. હડકાયા કૂતરું કરડી જતા ઘાયલ થયેલા ગ્રામજનોનેે સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની ગંભીર નોંધ લઈને સંબંધિત વિભાગે કંબોલા ગામેથી હડકાયાં કૂતરાને પકડીને એનો યોગ્ય ઈલાજ કરાવવો જાેઈએ. આજે સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા કંબોલા ગામના લોકોના ચહેરા ઉપર કૂતરાંનો ભય સાફ જાેવા મળતો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, હડકાયા કૂતરાના ડરથી લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. કોઈ બહાર નીકળવાની હિંમત કરતું નથી. હડકાયું કૂતરું માત્ર માણસો જ નહીં પણ બકરાં અને ગાયને પણ કરડ્યું હોવાની વાતે ચકચાર મચાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં રસ્તે રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે કુતરાઓનો આંતક શહેરી વિસ્તારોની સીમા ઓળંગી જિલ્લાઓમાં પહોંચ્યો છે ત્યારે કરજણ તાલુકાના કંબોલા ગામે રસ્તે રખડતા કૂતરાઓ પૈકી એક કૂતરાએ ફળિયામાં રહેતા વ્યક્તિઓ પૈકી ૮ થી ૧૦ વ્યક્તિઓને બચકા ભરી ભરીને ઘાયલ કર્યા હતા. એટલું જ નહીં આ કુતરાએ તેની સામે કે અડફેટ આવતા પ્રાણીઓને પણ બચકા ભરતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કુતરાના બચકા થી ઈજાઓ પામેલ મહિલા અને બે બાળકો સહિત કુલ ૮ થી ૧૦ વ્યક્તિઓ ને સારવાર માટે પ્રથમ કરજણ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેથી આ તમામ વ્યક્તિઓ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના ગામમાં કુતરાએ આતંક મચાવી રાખ્યો છે. જેથી લોકોને કુતરાના કારણે ઘરની બહાર નીકળી શકતા નથી. આ કૂતરો હડકાયેલું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા રહ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution