વડોદરા-
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકવાની ઘટના બની છે. વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર કોઈએ ચંપલ ફેંક્યું હતું. જોકે ચંપલ ચેનલાના બુમ પર લાગ્યું હતું. નીતિન પટેલેને સહેજ માટે બચી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકાયું, મીડિયાને સંબોધિત કરતા હતા તે સમયે ઘટના ઘટી હતી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પેટાચૂંટણીના કારણે તમામ બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. ભાજપનાં તમામ દિગ્ગજો પોતાની તમામ શક્તિ લગાવીને મહત્તમ ઉમેદવારો જીતે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જેના અનુસંધાને મુખ્યમંત્રીથી માંડીને તમામ કાર્યકર્તાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં નાયબ મુખ્યપ્રધાન કરજણના કરોલી ગામમાં સભાને સંબોધિત કરી હતી. કરજણના કરોલી ગામમાં ચપ્પલ ફેંકાયું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયા સાથે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાછળથી કોઇ વ્યક્તિ દ્વારા તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જો કે ચપ્પલ કોણે ફેંક્યું તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા નથી. પરંતુ તેઓ જ્યારે મીડિયા સાથે ચર્ચા કરતા હતા ત્યારે અચાનક કોઇ દ્વારા પાછળથી તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જો કે આ અગાઉ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે મહેબુબા મુફ્તીને પાકિસ્તાન જતા રહેવા જણાવ્યું હતું. જો પાકિસ્તાન નહી જાઓ તો જેલ ભેગા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો દેશનાં કાયદા જેને પણ ન ગમતા હોય તે પાકિસ્તાન જઇ શકે છે. જો તેમને આર્થિક તકલીફ હોય તો ટિકિટ અથવા તો ટિકિટના પૈસા મારી પાસેથી આવીને લઇ જાય.