વડોદરા-
કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સાધલી ગામે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું.
147 કરજણ વિધાનસભા ની પેટા ચૂંટણીને કોંગ્રેસ દ્વારા શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું. કરજણ વિધાનસભા ની પેટા ચૂંટણી ને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામા આવી રહ્યો છે.
કરજણ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને જંગી બહુમતી સાથે જીતાડવાના સંકલ્પ સાથે કોંગ્રેસ દ્વારા સાધલી ગામ ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં કરજણ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર કિરીસિંહ જાડેજા.વિરોધપક્ષના નેતા પરેશ ધાનાની હાર્દિક પટેલ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવજી અને સિદ્ધાર્થભાઈ પટેલ .પૂર્વ સાંસદ અને રેલ રાજ્ય મંત્રી નારણ ભાઈ રાઠવા.વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલાબેન ઉપાધ્યાય.મુબારક ભાઈ પટેક.સંજયભાઈ સોલંકી.અભિષેકભાઈ ઉપાધ્યાય.સહિત મોટી સંખ્યામાં તાલુકા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું
જેમાં પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલ અક્ષય પટેલ ના ઉપર ચાબખા કરતા હાર્દિક પટેલ દ્વારા કહેવાયું હતું કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી ભાજપમાં ગયેલ અક્ષય પટેલે કોંગ્રેસ સાથે નઈ પરંતુ કરજણ શિનોર પોરના મતદારો સાથે ગદ્દારી કરી છે અને આવા ગદ્દાર વિરુદ્ધ કોંગ્રેસને મત આપી સબક શીખવાડવાનું આહવાન કર્યું હતું. જ્યારે પૂર્વ રેલરાજ્ય મંત્રી નારણ ભાઈ રાઠવા દ્વારા પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં અને આડે હાથ લીધી હતી